થરાદ : મહારાષ્ટ્રમાં મિડીયા કર્મીઓની ધરપકડ કરવા મુદ્દે એબીવીપી પાલનપુર લાલઘૂમ

થરાદ : મહારાષ્ટ્રમાં મિડીયા કર્મીઓની ધરપકડ કરવા મુદ્દે એબીવીપી પાલનપુર લાલઘૂમ
Spread the love

મીડીયાને દેશનો ચોથો સ્તંભ માનવામાં આવ્યો છે પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે દેશની ચોથી જાગીરીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગી રહ્યું છે, મહારાષ્ટ્રની સરકારે મીડિયા કર્મીઓને તેમના તાબે કરી દેવા બદલો લેવાની ભાવનાથી તાજેતરમાં વગર વોરંટે ધરપકડ કરી હતી, ત્યારે મહારાષ્ટ્ર સરકાર બદલો લેવાના ઈરાદાથી દેશની ચોથી જાગીરીને વગર વોરંટે ધરપકડ કરી દેતા તેના પડઘા ચારેકોર પડયા હોઈ તારીખ ૦૬/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા દ્વારા મહારાષ્ટ્ર સરકારના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ હાથમાં કાર્ડ લઈ આકરા સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો, જોકે એબીવીપી પાલનપુર શાખાના તમામ કાર્યકર્તાઓ બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર ખાતે ઉપસ્થિત રહી મહારાષ્ટ્ર સરકારે બદલો લેવાની ભાવનાથી પત્રકારોની કરેલ વગર વોરંટની ધરપકડ સામે વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ

IMG-20201106-WA0053.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!