વાસદ : SVIT વાસદ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે “યોર દોસ્ત” સાથે વેબિનાર

આજના યુવાઓ કોલેજકાળ દરમિયાન પોતાનું મનોબળ કઈ રીતે મજબુત રાખી શકે એ વિષયને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી વાસદના એપ્લાઇડ સાયન્સ એન્ડ હ્યુમનિટીઝ વિભાગ દ્વારા “યોર દોસ્ત” સંસ્થા સાથે મળીને covid-19 ની વૈશ્વિક મહામારી ના સમયમાં વિદ્યાર્થીઓના માનસિક મનોબળ ને સ્વસ્થ બનાવવાની જરૂરિયાત તરફ ધ્યાન આપતા એક ઓન લાઇન વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું વધુ ને વધુ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ આનો લાભ લઇ શકે તે હેતુથી ફેસબુક પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
યોર દોસ્ત ની ૯૦૦ થી પણ વધારે નિષ્ણાતોની ટીમ દ્વારા એસવીઆઈટી વાસદના વિદ્યાર્થીઓના ભાવાત્મક આરોગ્યની સંભાળ પણ રાખે છે. જેના અંતર્ગત આ વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખાનના મુખ્ય પ્રવકતા કુ. રિચાસિંઘ (કો ફાઉન્ડર અને સીઈઓ યોર દોસ્ત) એ ભાવનાત્મક સ્વાસ્થ્યના મહત્વની સાથે વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ તેમજ કૃતજ્ઞતા કેવી રીતે હાંસલ કરવી વગેરે જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.
એસવીઆઈટી વાસદના આચાર્ય ડૉ. એસ ડી ટોલીવાલ દ્વારા મુખ્ય પ્રવકતા કુ. રિચા સિંઘનો વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન આપવા બદલ વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે એસવીઆઈટી ની પ્રબંધન સમિતિ ના ચેરમેન શ્રી. ભાસ્કરભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી દિપક ભાઈ પટેલ, સેક્રેટરી શ્રી ભાવેશભાઈ પટેલ,આચાર્યશ્રી ડૉ. એસ. ડી. ટોલીવાલ દ્વારા એપ્લાઇડ સાયન્સ એન્ડ હ્યુમનિટીઝ વિભાગના વડા ડૉ. ભાવિની પંડ્યા તથા તમામ શિક્ષકો અને વિધાર્થીઓ ને અભિનંદન પાઠવેલ છે.
ડૉ. એસ. ડી. ટોલીવાલ
આચાર્ય
એસ. વી.આઇ.ટી.