જૂનાગઢ : પોલીસ પ્રજાનો ખરેખર મિત્ર છે, એ સૂત્રને ઉજાગર કરવા માટે ઉદાહરણ રૂપ સાબિત થયું

જૂનાગઢ : પોલીસ પ્રજાનો ખરેખર મિત્ર છે, એ સૂત્રને ઉજાગર કરવા માટે ઉદાહરણ રૂપ સાબિત થયું
Spread the love

જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કામગીરી જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અવાર નવાર કરવામાં આવે છે. જેનાથી જૂનાગઢ પોલીસની છાપ પ્રજાના મિત્ર તરીકેની ઉપસેલ છે.

તાજેતરમાં દિવાળીનો તહેવાર દરમિયાન વિસાવદર પોલીસ સ્ટેશન ના પીઆઇ એન.આર. પટેલને એક અજાણ્યા મોબાઈલ નંબર 97246 93209 ઉપરથી એક લાગણી સભર મેસેજ આવ્યો કે,”સર, આપશ્રી મારા ગુરુ સમાન છો, આપની સાથે એક કલાકની મિટિંગની અંદર મારી લાઈફ સેટલ થઈ ગઈ છે…. આપશ્રી જ્યારે સુઇગામ હતા ત્યારે હું શરાબનો ધંધો કરતો હતો, ત્યારે આપ દ્વારા મને અને મારા પપ્પાને પોલીસ સ્ટેશન બોલાવી, સારું અને સાચું માર્ગદર્શન આપી, આ ધંધાની લાઇન ચેન્જ કરવાની અને કેરિયર તરફ ધ્યાન દોરવાનું કહેલું… તે વાતને મેં મારી લાઈફમાં સિરિયસ લીધી અને હું એક શરાફી જિંદગી જીવવા લાગ્યો છું,…હું અત્યારે એક્સીસ બેંકમાં બ્રાન્ચ ઓફિસર છું, લાસ્ટ બે વર્ષથી અને માર્ચ 2021 માં મારું આસિસ્ટન્ટ મેનેજર નું પ્રમોશન ડયું છે”

વધુમાં પણ મેસેજ કરીને જાણ કરેલ કે, ”ખરેખર આપ જેવા 100 માંથી 20 જ પોલીસ ડિપાર્ટમેન્ટ માં જોવા મળે છે, So I am salute to your magnificent tips. હું આપને ઘણા ટાઇમથી વાત કરવાનું વિચારી રહ્યો હતો, પણ હું કઈંક બનીને આપને જણાવા માંગતો હતો… Thanks Sir… પોલીસની એકઝામ પણ આપી હતી, તેમાં માત્ર 3 માર્ક્સ માટે રહી ગયો..” આ પ્રકારે મેસેજ કરીને પીઆઇ એન.આર.પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ એન.આર.પટેલએ મેસેજ વાંચ્યા બાદ તરતજ ભૂતકાળ યાદ આવી ગયો. સને 2014-15 ની સલમા પીઆઇ પટેલ બનાસકાંઠા જિલ્લાના સુઇગામ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા ત્યારે આશરે 20 વર્ષના યુવાનને સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પકડી પાડેલ હતો.

આ યુવાન કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો અને રાજસ્થાન બોર્ડર નજીકમાં હોઈ, જલ્દીથી રૂપિયા કમાવવા શોર્ટ કટ અપનાવી, બીજા યુવાનોની માફક દારૂની હેરફેરીનો રસ્તો અપનાવેલ હતો. પીઆઇ પટેલ દ્વારા પકડાયેલ યુવાનની ઉંમર અને અભ્યાસ જોતા, તેના પિતાને બોલાવી, બને બાપ દીકરાને આ શોર્ટ કટથી રૂપિયા કમાવવાનું એક બાજુ રહેશે અને યુવાન છોકરો ગુન્હેગાર બની જશે. ગુન્હાખોરી કરીને ગમે તેટલા રૂપિયા કમાઓ, સમાજમાં તેની કોઈ ઈજ્જત નથી. યુવાન અભ્યાસ કરતો હોઈ, અભ્યાસ કરી, ભણી ગણીને નોકરી મેળવી, ઈજ્જતની જિંદગી જીવવા સલાહ આપેલ હતી.

પીઆઇ એન.આર. પટેલની લાગણીસભર સંવેદનશીલ સલાહ યુવાનને હૃદય સોંસરવી ઉતરી ગયેલ હતી. યુવાને પોતે કોઈ દિવસ ગુન્હો નહીં કરવા અને અભ્યાસ કરીને આગળ વધવા નિર્ણય લીધો હતો. બાદમાં ભણવામાં મહેનત કરીને પોતે એક સારી નામાંકિત બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેને સિનિયર મેનેજરનું પ્રમોશન પણ ડયું છે. પોતે પોલીસ ઓફિસરની સલાહ આધારે ભણીને કૈંક બની અને સંપર્ક કરશે, એવો નિર્ણય કરેલ હોઈ, હાલમાં નામાંકિત બેંકમાં બ્રાન્ચ મેનેજર હોઈ, પોતે સમાજમાં ઈજ્જતની જિંદગી જીવતો હોઈ, દિવાળીના તહેવારોમાં મોબાઈલથી સંપર્ક કરેલ હતો.

આ યુવાને પોલીસ ઓફિસરની પરિક્ષા આપેલ હતી. પણ 03 માર્ક માટે રહી ગયો હતો. હજુ યુવાન પોલીસની ટિપ્સ આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો આપે જ છે અને પોતે પીઆઇ પટેલને ગુરુ માનતો હોવાનો એકરાર કરીને પોતે હજુ આગળ વધશે, તેવી પણ મેસેજથી જાણ કરેલ હતી. પીઆઇ પટેલ દ્વારા પણ યુવાનને અભિનંદન આપી, સારી ભાવનાથી કરવામાં આવેલ સંકલ્પમાં માણસ હંમેશા સફળ થતો હોવાનું જણાવી, ખૂબ જ મહેનત કરવા જણાવી, વધુ સફળતા મળવા માટે શુભેચ્છઓ પણ આપેલ હતી.

આમ, ઘણીવાર માણસને પોલીસની સાચી સવેદનશિલ સલાહ હ્રદયમાં ઉતરી જાય તો, માણસ ગુન્હાખોરી છોડી, સારો માણસ બની જાય છે અને માણસનું જીવન પરિવર્તન થઈ જાય છે, તેવો આ કિસ્સો પોલીસની હકારાત્મક કામગીરીનો નમૂનો છે, જે પોલીસ પ્રજાનો ખરેખર મિત્ર છે, એ સૂત્રને ઉજાગર કરવા માટે ઉદાહરણ રૂપ સાબિત થયેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201118-WA0032.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!