વીએફઆઈના અધ્યક્ષ બન્યા પ્રો. અચ્યુતા સામંતા

વીએફઆઈના અધ્યક્ષ બન્યા પ્રો. અચ્યુતા સામંતા
Spread the love

કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે. હવે પ્રોફેસર સામંતાને ઓલમ્પિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે.

IMG-20201118-WA0025.jpg

Admin

Dhiraj Patel

9909969099
Right Click Disabled!