માંગરોળનાં ઝરણી ગામે ગાળો આપી કુહાડીથી ઘા માર્યા

માંગરોળનાં ઝરણી ગામે ગાળો આપી કુહાડીથી ઘા માર્યા
Spread the love

માંગરોળ તાલુકાનાં ઝરણી ગામે સાધુભાઈએ પોતાની પત્ની સહિત પરિવારજનોને નાલાયક ગાળો આપી કુહાડીથી મારી, ઝપાઝપી કરતાં,પોલીસે આરોપીની અટકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.માંગરોળ તાલુકાનાં ઝરણી ગામનાં કનુભાઈ બાબુભાઇ ચૌધરીએ માંગરોળ પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી પત્નીની મોટીબેન નામે અંજુબેનનાં લગ્ન પંદર વર્ષ પહેલાં મિતેશભાઈ મગનભાઈ રાઠોડ સાથે થયા હતા. આ લોકો કડોદરા મોદી હોસ્પિટલની પાછળ હળપતિ વાસમાં રહે છે.પરંતુ છેલ્લા ત્રણ માસથી અંજુબેન અને મિતેશભાઈ વચ્ચે બોલાચાલી, ઝઘડો, તકરાર ચાલતી હતી.અંજુબેન પોતાનાં બનેવીને ત્યાં આવતી જતી હતી. મિતેશભાઈ એની પત્ની અંજુબેન ને જબરજસ્તીથી લઈ જવા માંગતો હતો.

અંજુવબેન એની સાથે જવા માંગતી ન હતી. ગઈ રાત્રીનાં મિતેશભાઈ ઝરણી ગામે કુહાડી લઈને કનુ ભાઈના ઘરે આવ્યો હતો. અને નાલાયક ગાળો આપી, જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ વખતે કનુ ભાઈ મિતેશભાઈને સમજાવવા જતાં મિતેશભાઈ એ કનુભાઈના માથામાં કુહાડી મારી દીધી હતી.આ વખતે મિતેશભાઈની પત્ની કાનુભાઈને બચાવા જતાં પતિ મિટેશભાઈએ પત્ની અંજુબેનનાં જમણા પગમાં ગૂંથર ના નીચેનાં ભાગે કુહાડીના ઘા માર્યા હતા. ત્યાર બાદ ઝપાઝપી કરી, ઢીકકા મુક્કીનો માર મારી ફરાર થઈ ગયો હતો.લોકો એકત્ર થઈ જતાં ૧૦૮ ને બોલાવી ગાયલોને ઝંખવાવ, સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવા માં આવ્યા હતા.માંગરોળ પોલીસે ઉપરોક્ત ફરિયાદને આધારે એફ આઈ આર દાખલ કરી, પોલીસે આરોપી મિતેશભાઈ મગનભાઈ રાઠોડની અટક કરી, વધુ તપાસ પાંડુરંગ રૂપચંદ ચલાવી રહ્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1605790471839.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!