લોક વિજ્ઞાન કેન્દ્રની ગુજકોસ્ટ, ગાંધીનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર અરવલ્લી જિલ્લાની મુલાકાતે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી તા. 20 /11/ 2020 ના રોજ ડો.રાજેન્દ્રકુમાર પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ઓફ ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લીની મુલાકાતે આવ્યા હતા. ડો. રાજેન્દ્રભાઈ પટેલને મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રભારીમંત્રી સુરેન્દ્રભાઈ જે. શાહ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. કે. પી. પટેલ અને લોકવિજ્ઞાન કેન્દ્રના ચંદનબેન પટેલ દ્વારા તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા.
તેઓ એ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,અરવલ્લી નું કામગીરી નું મૂલ્યાંકન તથા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ચાલતી વિજ્ઞાનની પ્રવૃત્તિ વિશે ચર્ચા વિચારણા કરી કામગીરી થી તેઓ પ્રભાવિત થયા હતા અને પૂરતું માર્ગદર્શન અને સારી કામગીરી માટે સૂચનો કરવા માં આવ્યા હતા અને આના કરતાં પણ વધુ સારી રીતે કામગીરી થાય તે માટે પુરતું માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવ્યું.
પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)