રાજકોટ : શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ શોર્ટ સર્કિટથી આગ લાગી કે બેદરકારી કારણભૂત..?

રાજકોટ : શિવાનંદ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ શોર્ટ સર્કિટથી આગ લાગી કે બેદરકારી કારણભૂત..?
Spread the love

રાજકોટ શહેર ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ફાયર NOC અને ફાયર સેફ્ટીના સાધનો હતા. અને આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનોનો કઇ રીતે ઉપયોગ કર્યો એ માટે કોવિડ હોસ્પિટલના સ્ટાફને ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પધ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી હતી. પરંતુ ખરેખર આગ લાગી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ આગ બુઝાવવા માટે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ નથી કરી શક્યા એ પણ નગ્ન સત્ય છે. એક ચર્ચા મુજબ NOC મેળવવા હોસ્પિટલના જે સ્ટાફે તાલીમ લીધી હતી.

રાઉન્ડ ધી ક્લોક હોસ્પિટલમાં હાજર રાખવાની જવાબદારી હોસ્પિટલના સંચાલકની રહે છે. ગતરાતે આગ લાગી ત્યારે એ તાલીમબધ્ધ સ્ટાફ ક્યાં હતો. એ પણ તપાસનો મુદ્દો છે. પ્રાથમિક તબક્કે ICU મોનીટર અથવા વેન્ટિલેટર મશીનમાં થયેલા સ્પાર્કથી આગ લાગ્યાનું તારણ છે. દરમિયાન વહેલી સવારે આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગયા પછી FSL અધિકારીની ટીમ દ્વારા બપોરે ફરી વખત હોસ્પિટલ પહોંચી છે. અને આગ કઇ રીતે, ક્યાંથી લાગી, એ જાણવા જ્યાં દુર્ઘટના સર્જાઇ હતી. એ ICU વિભાગમાં તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20201128-WA0016.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!