ધાનેરા તાલુકાના ધરણોધર ગામે પુજારીની લાશ મળી આવી

ધાનેરા તાલુકાના ધરણોધર ગામે રમેશભારથી ઉ.વ.૪પ નું ગળાના ભાગે તીક્ષ્ણ તારથી ગળાનાભાગે ઈજાઓ કરી હત્યા કરી સીમમા લાશ નાખેલ મળી આવી છે. આ બાબતે ધાનેરા પી.આઈ. સુમેરસિંહ ડાભીનો સંપર્ક સાધતાં તેઓએ જણાવેલ કે આ રમેશભારથી ગોલા ગામનો છે અને ડ્રાઈવીંગ કરે છે અને ધરણોધર ગામે મંદિરમાં પુજા કરે છે અને ધરણોધર ગામે જ પુજા પાઠ મંદીરમાં કરતો હતો.
જેની ગતરોજ બપોરે તેના ભાઈએ ગુમ થયેલ હોવાની જાણ ૧૨ વાગે કરેલ જે બાબતે તપાસ કરતાં ગતરોજ બપોરે ત્રણ વાગે ધરણોધર ગામેથી તેની લાશ મળી આવેલ છે અને તેના ગળાના ભાગે તારથી ટુંપો દીધો હોય તેવું પ્રથમ તબક્કે જણાય છે. કોઈએ ખુન કર્યું હોય તેમ જ જણાય છે અને તેના માથાના ભાગને કુતરાઓ ખાઈ ગયેલ છે હાલ તપાસ શરૂ કરેલ છે ડી.વાય. એસ.પી. એ પણ વીઝીટ કરી છે તેમ જણાવ્યું હતું.
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)