મોરબી જીલ્લામાં 21 કેસ પોઝીટીવ, 15 ડિસ્ચાર્જ

મોરબી જીલ્લાના કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે જેમાં ત્રણ તાલુકામાં થઈને ૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે તો વધુ ૧૫ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મોરબી જીલ્લામાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો આવ્યો છે જેમાં મંગળવારે જીલ્લામાં કુલ ૨૧ કેસ પોઝીટીવ નોંધાયા છે તેમાં મોરબી ગ્રામ્ય વિસ્તાર ૧૦, શહેરી વિસ્તારમાં ૬, વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર ૩, શહેરી વિસ્તાર ૧ તો હળવદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ૧-૧ કેસ પોઝીટીવ નોંધાયો છે જેથી કુલ કેસનો આંક ૨૭૦૪ પર પહોચ્યો છે તો વધુ ૧૫ દર્દીઓ ડીસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં ૨૩૫૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે હાલ ૧૮૨ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તો જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૮ દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા છે.
રીપોર્ટ : જનક રાજા (મોરબી)