અરવલ્લીના બસ મથકોમાં સામાજિક અંતરના ઉડતા ધજાગરા
- કોવીડ-૧૯ની ગાઈડ લાઈન નો અમલ ભૂલાયો
સરડોઇ : અરવલ્લી જિલ્લામાં કોરોનાનુ સંક્રમણ રોકવા માટે તંત્ર ધમપછાડા કરી રહ્યું છે પણ એસ.ટી. બસ મથકોમાં તેના ધજાગરા ઉડી રહ્યા છે.બસ મથકો માં સામાજિક અંતરનો અમલ ભૂલાયો છે. બસ મથકો માં પ્લેટફોર્મ ઉપર બસ મુકાય કે તરત સીટ માટે મુસાફરો ની પડાપડી થઈ રહી છે.જિલ્લા માં અત્યાર સુધી માં કોરોના પોઝિટિવ કેસ નો આંકડો ૭૦૦ ને પાર કરી ગયો છે અને દિવાળી બાદ સંક્રમણ વધુ જીવલેણ બનતાં હવે મોત નો આંકડો પણ વધી રહ્યો છે છતાં એસ.ટી.તંત્ર માં સામાજિક અંતરની ચૂક મોટું જોખમ લાવી શકે છે.
ફરજિયાત માસ્કનું પાલન કહેવા ખાતર અને એસ.ટી. બસ માં બેઠા પછી પણ સામાજિક દૂરીનો અમલ કન્ડક્ટર કરાવતા નથી જેથી સલામત સવારી એસ.ટી. અમારી સંક્રમણની સવારી સાબિત થાય તેવી દહેશત સેવાય છે. જિલ્લાના મોડાસા, માલપુર, ભિલોડા સહિતના બસ મથકોમાં સામાજિક દૂરી મુસાફરોએ પાડવી હોય તોય ન પડાય એ રીતે બસ ઊભી થઈ જતી હોય છે.અગાઉ કોરોના શરૂઆતમાં હાવી થયો ત્યારે એસ.ટી. વિભાગમાં ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થતું જોવા મળતું હતું પણ કોરોનાની નવી લહેર માં આવક માટે નિયમ નેવે મૂકી દીધા છે.
દિનેશ નાયક, સરડોઈ