ખેડબ્રહ્મા : Covid-19 અંતગર્ત સગર્ભા શિક્ષિકાઓ અને ધાત્રી માતાઓની કામગીરી ઘરેથી લેવા રજૂઆત
ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે હાલમાં કોરોના સંક્રમણ માં વધારો થઇ રહ્યો છે ત્યારે મેડિકલ નિષ્ણાતોનું માનવું છે કે શિયાળાની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ વધતા વાતાવરણમાં કોરોના સંક્રમણ વધશે જે બાબતોને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય પણ રદ કરેલ છે.
હાલમાં સરકારે રજૂ કરેલા એસ.ઓ.પી અંતર્ગત સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ અને ગંભીર બીમારી ધરાવતા લોકોને high risk ઝોનમાં ગણવામાં આવ્યા છે આવા સંજોગોમાં સગર્ભા અને ધાત્રી માતાઓ શિક્ષિકાઓ સાથે બાળકને પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે આવા સંજોગોમાં આવી શિક્ષિકાઓને ઓડ ઈવન પદ્ધતિથી શાળાએ બોલાવ્યા સિવાય ઘરેથી ઓનલાઇન કામગીરી લેવામાં આવે તો આ શિક્ષિકા માતાઓની સુરક્ષા જળવાય તેમ છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ કોરોના નુ સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાત ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા આવી શિક્ષિકાઓને ઘરેથી કામ લેવા માટે સરકાર ગંભીરતાથી આ બાબતે શિક્ષિકા અને બાળકોના હિતમાં નિર્ણય લેવાય તેવી માગણી ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના સંઘના પ્રમુખ શ્રી ઉજ્જવલ ભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)