સાબરકાંઠા પોલીસે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 16 લાખથી વધુ દંડ વસુલ કયૉ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માસ્કના ફરજીયાત ઉપયોગ અને સામાજિક અંતર જાળવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના ભંગ બદલ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન સહિતની કામગીરી કરવામાં આવી રહી હોવા છતાં શહેરમાં અને જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે પોલીસ વિભાગ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો સામે સખત વલણ દાખવી દંડ વસુલવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત જિલ્લાના ૮ તાલુકાઓમાંથી તા.૨૫ નવેમ્બરથી તા. ૧ ડિસેમ્બર સુધીમાં એટલે કે એક અઠવાડિયામાં ૧૬૫૨ લોકો પાસેથી કુલ રૂ.૧૬,૫૨,૦૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જાહેરમાં માસ્ક વગર ફરનારા લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર લોકો પાસેથી પોલીસ દ્રારા રૂ. ૧,૫૧,૦૩,૧૦૦ જેટલો દંડ વસુલાયો છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)