પ્રદેશ ભાજપ સંગઠનમાં આવશે ધરમૂળથી ફેરફાર, કોણ કોણ પાટીલની પાવરપ્લેય ટીમમાં થઈ શકે છે સામેલ…?

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ચાલુ સપ્તાહના અંત સુધીમાં પોતાની નવી ટીમ જાહેર કરે તેવી શક્યતા છે. જો કે તેઓ પ્રદેશ સંગઠનમાં એકાદ બે ચહેરાને બાદ કરતાં ધરમૂળથી ફેરફાર કરે તેવી પણ અટકળો તેજ બની છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં તમામ ૮ બેઠક પર પક્ષને જીત અપાવ્યા બાદ હવે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પોતાની પ્રદેશ ટીમની રચના કરવામાં વ્યસ્ત બન્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહના અંત સુધીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમની ટીમ એટલે કે પ્રદેશ સંગઠન માળખું જાહેર કરે તેવી શક્યતા છે. જેમાં મોટાભાગે નો રીપીટ થીયરી અપનાવવામાં આવે તેવી સંભાવના પ્રબળ છે.
વિવિધ જીલ્લા અને શહેરના માળખામાં તેમણે કોઈ ધારાસભ્ય કે સાંસદને સ્થાન આપ્યું નથી ત્યારે હવે પ્રદેશ સંગઠનમાં તેઓ સાંસદ કે કોઈ ધારાસભ્યને સ્થાન આપે નહિ તેવી પણ અટકળો તેજ બની છે. બીજીબાજુ પ્રદેશના ચાર ઝોનના મહામંત્રી તરીકે અમુક નામની અટકળો પણ તેજ બની છે. જેમાં માત્ર મધ્યઝોનના મહામત્રી તરીકે શબ્દશરણ બ્રહમ ભટ્ટ ને રીપીટ કરવામાં આવી શકે છે, કારણ કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલની નિમણુક થયા બાદ ગુજરાત ભાજપની વેબસાઈટ પર પ્રમુખ તરીકે સી આર પાટીલ ઉપરાંત પ્રદેશ મહામંત્રી તરીકે શબ્દશરણ બ્રહમ ભટ્ટનું નામ જ જોવા મળી રહ્યું છે.
જયારે અન્ય કોઈ નામ વેબસાઈટ પર જોવા મળી રહ્યું નથી જો કે મધ્યઝોનમાં જ પ્રદિપસિંહ વાઘેલાને મહત્વની જવાબદારી મળી શકે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ઝોનમાં મહામંત્રી તરીકે પૂર્વ ગૃહરાજ્ય મંત્રી રજની પટેલ અને પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીના નામની અટકળો ચાલી રહી છે. જયારે દક્ષિણ ઝોનના મહામંત્રી તરીકે ધારાસભ્ય પૂર્ણેશ મોદીના નામની ચર્ચા ચાલી રહી છે. જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિશ્વાસુ છે. બીજીબાજુ સૌરાષ્ટ્રમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને ઉત્તર પ્રદેશના સહ પ્રભારી ગોરધન ઝડફિયા અને મુખ્યમંત્રી વિજય રુપાણીના અત્યંત વિશ્વાસુ ધનસુખ ભંડેરીનું નામ ચર્ચામાં છે. આ સાથે યુવા ચહેરા તરીકે ઋત્વીજ પટેલ, હીરા સોલંકી, ધવલ દવેના નામની ચર્ચા પણ ચાલી રહી છે. આ સાથે સંગઠનમાં કેટલાક મંત્રીઓ રિપીટ થઈ શકે છે