નખત્રાણા : મોટા અંગિયા ગામે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું

નખત્રાણા : મોટા અંગિયા ગામે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

નખત્રાણા તાલૂકા ના મોટા અંગીયા ગામે ગામની કિશોરીઓને સ્વ રક્ષા માટે કરાટેની તાલીમ આપવા માટે મોટા અંગિયા ગ્રામ પંચાયત અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમો અંતર્ગત સરકાર શ્રીની યોજનાઓની માહીતી અપાઈ હતી. કિશોરીઓને મળતા લાભો અને યોજનાઓ, બાળ લગ્ન કાયદાની સમજ આપવામાં આવી હતી. તેમજ કોવીડ 19 ની હાલની પરિસ્થિતિ, સાવચેતી અને અસરો ઉપર ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી જેમાં 19 કિશોરીઓ ભાગ લીધો હતો જે કિશોરીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેએ મહિલા અને બાળ વિકાસ સરકારની યોજનાઓની સમજ આપી હતી, ગામના સરપંચ ઇકબાલ ઘાંચી દવારા પંચાયતની ભૂમિકા અને કિશોરીઓ માટેની કામગીરી અને તાલીમ કેન્દ્રના આયોજનો અંગે રજુઆત કરી હતી બાળ વિકાસ યુનિટના પ્રેમભાઈ દ્વારા બાળ અધિકારો અને બાળ લગ્ન કાયદાની સમજ આપવા મા આવેક , સંકલન અધિકારી ચેતનભાઈ, ભાવનાબેન, આઈ.સી. ડી એસ નખત્રાણા રેખાબેન, એડોલન્સ કાઉન્સિલર અલ્પાબેન દ્વારા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન અપાયુ હતું.

આ કાર્યક્રમમાં 70 જેટલી કિશોરીઓ એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગામ પંચાયતના ઉપસરપંચ કલા માંડા રબારી , સામાજીક ન્યાય સમિતિના ચેરમેન, ખીમજીભાઈ,. નાથીબેન રબારી, નીતાબન શાહ, નયનાબેન નાથબાવા, દેવલબેન મારવાડા, હારૂનભાઇ લુહાર હાજર રહયા હતા. આંગડવાડીવર્કર રામીબેન, ડોલીબેન વ્યવસ્થા સાંભળી હતી. આશાવર્કર ભારતીબાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને બેટી બચાવો બેટી વધાવોના શપથ લેવડાવામાં આવ્યા હતા એવું સરપંચ ઇકબાલ ઘાચીની યાદીમાં જણાવાયલ હતું.

કિરણભાઈ મહેશ્વરી
કચ્છ?️

IMG-20201212-WA0035.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!