ડોકટરની દરિયાદિલી : ખુશી હોસ્પિટલ ખાતે બાળકીનો જન્મ થતા તમામ બીલ માફ કર્યું

જ્યારે આજના જમાનામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવી મોંઘી બની છે તેવામાં મોટા ચિલોડા ખાતે આવેલ ખુશી હોસ્પિટલ દ્વારા તા:11/12/2020ના રોજ પ્રાંત્યા ગામનાં વતની શોભનાબેન કેતનજી ઠાકોરની નોરમલ ડિલેવરી ડૉ. એચ.એમ.પટેલ (ગાયનેકોલોજીસ્ટ) દ્વારા કરાવતાં બેબી નો જન્મ થયો હતો. શોભનાબેનને અગાઉ પણ ચાર બાળકીઓ છે આની જાણ હોસ્પિટલના ઓનર ડૉ. નીરવભાઈ તથા ડૉ. વિરાંગભાઈને થતા તેઓએ “બેટી બચાવો – બેટી વધાવો” સરકારશ્રીના સ્લોગનને માન આપી શોભનાબેન કેતનજી ઠાકોરનુ તમામ બીલ માફ કર્યુ. આમ ફરી એકવાર ખુશી હોસ્પિટલ દ્વારા બેટી બચાવો – બેટી વધાવો ને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે કરી માનવતા મહેકાવી.