સાબરકાંઠા-અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ વેલ્ફેર મંડળ બુટાલ દ્વારા દિવ્યાંગના લગ્ન યોજાયા

- ધનસુરા તાલુકાના જામઠા પાસે મહોદેવજી મંદિર ઝાંઝરી ખાતે દિવ્યાંગ ના લગ્ન યોજાયા
સમાજ માટે ઉદાહરણરૂપ કાર્ય કરતા સાબરકાંઠા/અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ વેલ્ફેર મંડળ બુટાલ ધ્વારા દિવ્યાંગ ના લગ્ન યોજાયા હતા આ લગ્ન ધનસુરા ના જામઠાં પાસે આવેલ મહાદેવજી મંદિર ઝાંઝરી ખાતે યોજાયા હતા.જેમાં દિનેશભાઈ(અજમેરપુરા) અને લીલાબેન ના લગ્ન યોજાયા હતા.દિવ્યાંગ ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં મંદિર ના મહંત તથા વિનોદચંદ્ર પટેલ,કરસનભાઈ પટેલ,પુષ્પાબેન પટેલ,નટુભાઈ દેસાઈ,પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.સાબરકાંઠા/અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ વેલ્ફેર મંડળ બુટાલ ના વિનોદચંદ્ર પટેલ અને પુષ્પાબેન પટેલ સહિત ના લોકો ધ્વારા સમાજ માં ઉદાહરણ રુપ દિવ્યાંગ ના લગ્ન ના આ કાર્ય ને સૌએ બિરદાવ્યા હતા.સરકાર ની ગાઈડ લાઈન મુજબ લગ્ન યોજાયા હતા.નવદંપતી ને સૌએ સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.