31st નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પાડતી રાજકોટ રેન્જની ટીમ

31st નવા વર્ષની ઉજવણીના રંગમાં ભંગ પાડતી રાજકોટ રેન્જની ટીમ
Spread the love
  • ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે જ આરઆર સેલની ટીમ ત્રાટકી મસ-મોટા જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો
  • સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પો.સ્ટે. વિસ્તારના તરણેતર-સરા રોડ ઉપર આવેલ વાડી માંથી ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૬૬૨૪ રૂ.૨૭,૭૯,૮૦૦/- તથા આઇસર ટ્રક-૧, બોલેરો પીકઅપ-૩, મોબાઇલ-૧ મળી કુલ રૂ.૪૬,૮૪,૮૦૦/- નો મુદ્દામાલ સાથે એક ઝડપાયો

આગામી દિવસોમાં 31st ની ઉજવણી થનાર હોય જે અન્વયે શ્રી સંદીપ સિંહ સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ નાઓએ રેન્જના તમામ જીલ્લાઓને પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્તો-નાબુત કરવા સુચના કરેલ જે અન્વયે અત્રેની રીડર શાખાના પોલીસ ઇન્સ. એમ.પી.વાળાને ખાનગીરાહેની ચોકકસ હકિકત મળેલ કે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ પો.સ્ટે. વિસ્તારના તરણેતર-સરા તરફ જવાના રસ્તે આવેલ દીલીપ બાવકુભાઇ કાઠી દરબારની વાડીમાં ઇંગ્લીશ દારૂનુ કટીંગ થવાનુ હોવાની માહીતી મળતા તુર્તજ શાખાના રસીકભાઇ પટેલ, રાજદીપસિહ ઝાલા, શીવારાજભાઇ ખાચર તથા ધર્મેન્દ્રસિહ વાઘેલાનાઓને હકીકત વાળી જગ્યાએ મોકલી વાડી ચેક કરાવતા આઇસર નં. જીજે-૩૬-ટી-૧૦૮૨ તથા યુટીલીટી નં. જીજે-૧૬-ઝેડ-૧૫૮૪ , જીજે-૧૩-એડબલ્યુ-૩૯૭૮, જીજે-૩-બીડબલ્યુ-૯૮૯૫ ના વાહનો મળી આવતા તેમજ જગ્યા ઉપરથી ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬૬૨૪ કિ.રૂ.૨૭,૭૯,૮૦૦/- તથા આઇસર-૧ અને બોલેરો પીકઅપ-૩, મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂ.૪૬,૮૪,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપી નં.(૧) જેમાભાઇ લવજીભાઇ ખમાણી રહે. તરણેતર, થાન, સુરેન્દ્રનગર વાળાને જગ્યા ઉપરથી હસ્તગત કરી તેમજ આરોપી નં.(ર) દીલીપભાઇ બાવકુભાઇ કાઠી દરબાર રહે. નાનીમોલડી, ચોટીલા, સુરેન્દ્રનગર વાળો તથા (૩) છ અજાણ્યા ઇસમો અને તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ થાનગઢ પો.સ્ટે. ગુનો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG-20201213-WA0002-2.jpg IMG-20201213-WA0003-1.jpg IMG-20201213-WA0004-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!