અમદાવાદ : સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજાયો

દેશભરમાં કોરોના વાયરસ વૈશ્વિક રીતે ફેલાયેલો છે, જેમાં આપણું શહેર અમદાવાદ પણ બાકાત રહ્યું નથી. અલગ અલગ ક્ષેત્રમાં પણ અસર જોવા મળી રહી છે જેમાં અમદાવાદ શહેરમાં આવેલ અનેક બ્લડ બેન્કોને પણ મુસ્કેલીનો સામનો કરવો પડ્યો છે આ સમય દરમ્યાન રક્તની ખૂબ જ અછત પડી રહી છે. થેલેસેમિયા મેજર બાળકો સહિત અનેક દર્દીઓ પર અસર થઈ રહી છે. આ સમય દરમિયાન રક્ત મેળવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે.
અમદાવાદ શહેર પોલીસ દ્રારા “મુસ્કાન માટે રક્તદાન-૨૦૨૦” કાર્યક્રમ હાથ ધરીને થેલેસેમિયા મેજર બાળકોને નિયમિત રક્તદાન મેળવવામાં મદદરૂપ થઇ શકીએ તે હેતુસર સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત અનેક નાગરિકો જોડાયા, કોરોના મહામારીમાં પણ ૧૦૧ બોટલ રક્ત એકત્ર કર્યું.
પી આઈ જાડેજા સાહેબે રક્તદાન કરનાર સ્ટાફ અને નાગરિકોનો આભાર માન્યો. અને આવું ઉમદા કાર્ય કરવાની અપીલ કરી. બ્લડ બેંક અને દર્દી ઓ તરફથી લોકોને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરવામાં આવી છે ત્યારે લોકાર્પણ ટીમ પણ લોકોને અપીલ કરે છે કે તંદુરસ્ત શરીર હોય તો અવશ્ય બ્લડ ડોનેટ કરવુ જેનાથી કોઇને જીવન મળે.