પરમ રામભક્ત, દાતાશ્રી બાજોરિયાજીનું વૃંદાવનમાં નિધન

- પરમ રામભક્ત અને દાતા શ્રી રમાશંકર બાજોરીયા એ તારીખ 12 -12-20ના રોજ વહેલી સવારે વૃંદાવનમાં અંતિમ શ્વાસ લીધા.
શ્રી રમાશંકર બાજોરિયા દિલ્હીના કાપડના ખૂબ મોટા વેપારી હતાં.રામકથા અને તલગાજરડા સાથે અન્ય રીતે જોડાયેલાં હતાં. પૂ.મોરારીબાપુએ શ્રી બાજોરિયાજીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે “શ્રીબાજોરિયાજી શિવ ઉપાસક હતાં.અને કૃષ્ણની પ્રિતિ પણ એટલી જ ધરાવતાં હતાં. તેથી તેમના પુત્રોએ વૃંદાવનથી દિલ્હી આવવા વિનંતી કરી પરંતુ તેઓ અહીં જ સ્વધામ જવા માંગતા હોય વૃંદાવન થી જ તેમણે વિદાય લીધી. તેમણે દેહ છોડ્યો પણ વૃંદાવનમાં ન છોડ્યું. બાજોરિયાજીના નિર્વાણને સાદર પ્રણામ.”
શ્રી રમાશંકર બાજોરિયા પૂ.મોરારી બાપુની રામકથાબાગના મહત્વના કુસુમ હતાં. અત્યાર સુધીમાં પૂજ્ય મોરારી બાપુની 22 કથાઓના તેઓ યજમાન રહી ચૂક્યાં છે. એટલું જ નહીં તલગાજરડા દ્વારા આયોજિત હનુમંત મહોત્સવના સુસારું આયોજનમાં તેઓ ગાઢ રીતે તન-મન-ધનથી સંકળાયેલાં હતાં. આ મહોત્સવમાં મહેમાનોને નિમંત્રિત કરવાથી લઈને વિદાય આપવા સુધીની જવાબદારી શ્રી રમાશંકર બાજોરિયાજી ઉર્ફે બાબુજી સંભાળતાં હતાં. તેથી તલગાજરડાની પ્રીતિ હંમેશા તેમની સાથે જોડાયેલી રહી છે. ખૂબ જ સાદગીથી જીવનારા આ દાતા પ્રથમ નજરે તમને આટલાં મોટા ઉદ્યોગકાર કે ધનિક હોવાની ભાગ્યે જ ખબર પડે. શ્રી બાજોરિયાજીને સમગ્ર અસ્તિત્વ તરફથી શ્રદ્ધા સુમન.