આજે સોમવતી અમાસ, શું કરવું અને શું નહીં…

આજે સોમવતી અમાસ, શું કરવું અને શું નહીં…
Spread the love

સૂર્યોદય પહેલા સ્નાન આ દિવસે ગંગાજી કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. સ્નાનનો ઉત્તમ સમય સૂર્યોદય પહેલાનો જ માનવામાં આવે છે. માન્યતા છે કે સોમવતી અમાસ પર વિધિવત સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશાં જળવાઇ રહી છે. જો તમે નદીમાં સ્નાન કરવા ન જઈ શકતા હોવ તો ઘરમાં જ થોડું ગંગાજળ નહાવાના પાણીમાં મિક્સ કરવું. માન્યતા એ પણ છે કે આ દિવસે વિધિવત સ્નાન કરવાતી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

સૂર્યોદય પહેલા સ્નાન : આ દિવસે ગંગાજી કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. સ્નાનનો ઉત્તમ સમય સૂર્યોદય પહેલાનો જ માનવામાં આવે છે. માન્યતા છે કે સોમવતી અમાસ પર વિધિવત સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશાં જળવાઇ રહી છે. જો તમે નદીમાં સ્નાન કરવા ન જઈ શકતા હોવ તો ઘરમાં જ થોડું ગંગાજળ નહાવાના પાણીમાં મિક્સ કરવું. માન્યતા એ પણ છે કે આ દિવસે વિધિવત સ્નાન કરવાતી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

ઉગતા સૂર્યને જળનું અર્ધ્ય : પદમપુરાણ પ્રમાણે, પૂજા, તપસ્યા, યજ્ઞ વગેરેથી પણ શ્રી હરિને એટલી પ્રસન્નતા નથી થતી, જેટલી સવારે વહેલા સ્નાન કરીને જગતને પ્રકાશ આપનાર ભગવાન સૂર્યને અર્ધ્ય દેવાથી થાય છે. તેથી પૂર્વ જન્મ અને આ જન્મના બધા પાપથી મુક્તિ અને ભગવાન સૂર્ય નારાયણની કૃપા મેળવવા માટે દરેક મનુષ્યએ નિયમિત રૂપે સૂર્ય નારાયણને મંત્રોચ્ચાર કરવાની સાથે અર્ધ્ય આપવું જોઇએ.

પીપળાની પૂજા : માનવામાં આવે છે કે અમાસના દિવસે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે. આ દિવસે પીપળા અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે. લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે આ દિવસે મીઠા જળમાં દૂધ ભેળવીને ચડાવવું, કારણકે આ દિવસે પીપળાના ઝાડ પર માઁ લક્ષ્મીનો વાસ હોય છે તેવી માન્યતા છે. પૂજન પછી પીપળાની 11 કે 21 પરિક્રમા કરી જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ ખતમ થાય તેની માટે પ્રાર્થના કરવી.

દાન પુણ્ય કરવું છે લાભદાયક : આ દિવસે અન્ન, દૂધ, ફળ, ચોખા, તલ કે આમળાનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગરીબો, સાધુ, મહાત્મા તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઇએ અને તેમને ધાબળા વગેરે ઉની કપડાનું દાન કરવું જોઇએ. સ્નાન દાન વગેરે સિવાય આ દિવસે પિતૃ શ્રાદ્ધ કરવાથી પરિવાર પર પિતૃઓની કૃપા જળવાઇ રહે છે.

આ દિવસે શું ન કરવું

  • આજના દિવસે નહાતી વખતે કે નહાતા પહેલા કંઇ ન બોલવું, શક્ય હોય તો આજના દિવસે અમુક સમય માટે મૌન ધારણ કરવું.
  • સોમવતી અમાસના દિવસે ભૂલથી પણ તામરિક ભોજન જેમ કે માંસ, મદિરા, ઇંડા, કાંદા, લસણનો ઉપયોગ ન કરવો.
  • ઘરમાં લડાઇ ઝગડા ન કરવા. ઝગડા અને વિવાદોથી બચવું. ખોટું ન બોલવું અને કટુવચન ન કહેવા.
  • આજના દિવસે શરીર પર તેલ ન લગાડવું અને તેલ માલિશ ન કરવી.
  • આ દિવસે સ્ત્રી પુરુષોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.

હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે સોમવતી અમાસ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અને શાસ્ત્રો પ્રમાણે, સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન-પુણ્ય અને દીપદાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ગંગા કે અન્ય કોઇણપ પવિત્ર નદી કે જળકુંડમાં સ્નાન કરવું ફળદાયક હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નદીઓમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સૂર્યોદય પહેલા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે આ કામ કરવાથી જીવનમાં સુખ-સૌભાગ્યનો વરસાદ થાય છે, તો કેટલાક કામ એવા પણ છે જે કરવાથી તમારા જીવનમાં દુઃખ વ્યાપી શકે છે. જાણો તેના વિશે વધુ…

1bath_d.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!