ભારત-ચીન તણાવ વચ્ચે સેનાએ લીધો આ મોટો નિર્ણય

ભારત-ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. સેનાએ હવે 15 દવિસની તગડી લડાઇ માટે હથિયારો અને દારૂગોળાનો સ્ટોક તૈયાર કરવાનો અધિકાર આપી દીધો છે. ભારત-ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે મોટું પગલું ભર્યું છે. સેનાએ હવે 15 દવિસની તગડી લડાઇ માટે હથિયારો અને દારૂગોળાનો સ્ટોક તૈયાર કરવાનો અધિકાર આપી દીધો છે. અત્યાર સુધી સેનાને 10 દિવસના યુદ્ધા માટે જરૂરી સ્ટોક એકત્ર કરવાની છૂટ હતી. આ નવા અધિકાર અને ઇમરજન્સી ખરીદીની શક્તિનો ઉપયોગ કરીને સેના આવનારા થોડાંક મહિનાઓમાં 50,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચ કરવાની છે. દેશી અને વિદેશી સ્ત્રોતોથી વિભિન્ન પ્રકારના રક્ષા સાધનો અને દારૂગોળો ખરીદવામાં આવશે.
સરકારનું આ પગલું ચીન અને પાકિસ્તાનની સાથે ટુ-ફ્રન્ટ વૉરની સંભાવનાઓને જોતા તૈયાર પુખ્તા કરવાની દિશામાં જોઇ રહ્યા છે. રક્ષાબળો માટે સ્ટોકની મર્યાદા વધારવાનો નિર્ણય થોડાંક સમય પહેલાં લેવાયો હતો. એક સરકારી સૂત્ર એ કહ્યું કે દુશ્મનની સાથે 15 દિવસની ઇંટેસ લડાઇ માટે રિઝર્વ તૈયાર કરવા માટે કેટલાંય પ્રકારની વેપન સિસ્ટમ અને દારૂગોળા ખરીદવામાં આવી રહ્યા છે. સેનાઓને પહેલાં 40 દિવસની લડાઇ માટે સ્ટોક રાખવાની મંજૂરી હતી. પરંતુ યુદ્ધની બદલાતી રીત અને હથિયાર અને દારૂગોળાના સ્ટોરેજમાં પડતી મુશ્કેલીઓના લીઝે તેને ઘટાડીને 10 દિવસ કરી દેવાયા હતા.
ઉરી હુમલા બાદ એ અહેસાસ થયો કે યુદ્ધ માટે સ્ટોક ઓછો છે. તત્કાલીન રક્ષા મંત્રી મનોહર પાર્રિકરના નેતૃત્વમાં મંત્રાલયે સેના, નૌસેના, અને વાયુસેનાના ઉપ-પ્રમુખોની નાણાંકીય શક્તિઓને 100 કરોડ રૂપિયાથી વધારીને 500 કરોડ રૂપિયા કરી દીધી હતી. ત્રણેય સેનાઓને 300 કરોડ રૂપિયાના ઇમરજન્સી ફાઇનાન્સિયલનો પાવર પણ આપવામાં આવ્યો હતો જેથી કરીને તેઓ યુદ્ધ લડવામાં કામ આવનાર કોઇપણ સાધન ખરીદી શકે છે. ભારત અત્યારે ચીનની સાથે જોડાયેલી સરહદ પર તણાવનો સામનો કરી રહ્યું છે.
સાથોસાથ પાકિસ્તાનને અડીને આવેલી સરહદો દ્વારા પણ ઘૂસણખોરીની કોશિષ તેજ થઇ ગઇ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના જનરલ બિપિન રાવતે કેટલીય વખત ટુ-ફ્રન્ટ વોરની વાત કરી છે. ત્રણેય સેનાઓના પ્રમુખોએ પણ ચીન અને પાકિસ્તાનથી ખતરાને લઇ કેટલીય વખત વાત કરી છે. ચીનની સાથે તણાવની વચ્ચે ભારતે કેટલાંય પ્રકારના રક્ષા સોદા કર્યા છે. આ સિવાય કેટલીય સ્વદેશી ડિફેન્સ અને મિસાઇલ સિસ્ટમના પણ ટ્રાયલ કર્યા છે.