ગુજરાત કમોસમી વરસાદ, ઠંડીમાં થશે વધારો

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં કુલ ૧૪૨ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં કુલ ૧૪૨ તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે જ દેશનાં ઘણાં રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
શુક્રવારે ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો આવ્યો હતો. ઉપરાંત તાપમાનમાં ૬ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં આગામી ૪૮ કલાકમાં ઠંડી વધી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનનાં કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે. ગઈ કાલે કમોસમી વરસાદ અને ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. આગામી ૨૪ કલાક વાતાવરણ યથાવત્ રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે.