સરકારને IIRCTCના OFSથી 4373 કરોડ મળશે
મુંબઇ: સરકારી માલિકીન કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન આઇઆરસીટીસીની ઓફર ફોર સેલ (ઓએફસી) શુક્રવારે બંધ થઇ ગઇ છે. સરકાર આ ઓફર ફોર સેલ મારફતે આઇઆરસીટીસીમાં પોતાનો હિસ્સો વેચવા ઇચ્છે છે અને ૪૩૭૩ કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થવાની અપેક્ષા રાખી રહી છે. આ ઓફર ફોર સેલ શુક્રવારે બંધ થઇ ગઇ છે. આ ઓફર હેઠળ કંપનીના પ્રમોટર ભારત સરકારે કુલ મળીને ૨૦ ટકા હિસ્સેદારી વેચવાની ઓફર કરી છે.
જેની માટે લઘુત્તમ શેર મૂલ્ય ૧,૩૬૭ રૂપિયા પ્રતિ શેર દીઠ રાખવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટ (ડીપામ)ના સચિવ તુહીન કાંત પાંડેએ ટ્વીટ મારફતે કહ્યુ કે, આઇઆરસીટીસીની ઓફર ફોર સેલ રોકાણકારો તરફથી ૧૦૯.૮૪ ટકા સબ્સક્રિપ્શન મેળવવાની સાથે મજબૂત ભાગીદારી દેખાડતા બંધથઇ છે.
તેમણે કહ્યુ કે, આ ઓફર સેલ પૂર્ણ થવાની સાથે આઇઆરસીટીસી સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોનું પાલન કરનાર કંપની બની ગઇ છે. આઇઆરસીટીસીમાં સરકારની હિસ્સેદારી ૮૭.૪૦ ટકા છે. સેબીના પબ્લિક શેરહોલ્ડિંગ નિયમ મુજબ આઇઆરસીટીસીમાં સરકારે પોતાની હિસ્સેદારી ઘટાડીને ૭૫ ટકા કરવાની હતી.આઇઆરસીટીસીના ઓએફસીથી સરકારને ચાલુ નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે ૨.૧૦ લાખ કરોડ રૂપિયા એક્ત્ર કરવાનું લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે