જૂનાગઢ જિલ્લાનો પોટેન્શીયલ લિંક પ્લાન ખુલ્લો મુકતા કલેક્ટર ડો.સૌરભ પારઘી

જૂનાગઢ જિલ્લાનો પોટેન્શીયલ લિંક પ્લાન ખુલ્લો મુકતા કલેક્ટર ડો.સૌરભ પારઘી
Spread the love

જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે નાબાર્ડના પીએલપીમાં રૂ.૭૪૨૧.૩૬ કરોડનાં બેન્ક ધિરાણની શક્યતાઓનું આકલન કરવામાં આવ્યુ છે. નાબાર્ડના પોટેન્શીયલ લિંક પ્લાન જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘીના હસ્તે District Level Consultative Committee Meetingમાં ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ લોન્ચીંગ કરવામાં આવ્યુ હતું. નાબાર્ડના કીરણ રાઉતે જણાવ્યુ હતું કે, વિવિધ પ્રાથમિકતાવાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખીને જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે નાબાર્ડના પી.એલ.પી.માં રૂ.૭૪૨૧.૩૬ કરોડનાં બેન્ક ધિરાણની શક્યાતાનું આકલન કરવામાં આવ્યુ હતું.

જેમાં એમ.એસ.એમ.ઇ. સેક્ટર માટે રૂ.૮૦૮.૦૦ કરોડ (૧૦.૮૮ ટકા) કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રધાન્ય આપી પાક ધીરાણ માટે રૂ.૩૯૯૧.૬૬ કરોડ (૫૩.૭૯ ટકા)મધ્ય અને લાંબી મુદતનાં ખેતી ધિરાણ માટે રૂ.૨૧૪૩.૩૧ કરોડ(૩૪.૯૪ ટકા) અને અન્ય પ્રાથમિકતાવાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસીંગ, રીન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટક્ચર માટે રૂ.૩૯૮.૩૧ કરોડ (૫.૩૭ ટકા)નું આકલન કરવામાં આવ્યુ છે.

કલેક્ટર ડો.સૌરભ પારઘી, શ્રી એમ.આર.વાધવાણી, એલડીએમ, શ્રી યોગેન્દ્ર શેલકે, એજીએમ – એસબીઆઈ, શ્રી જાડેજા, ડીઆરડીએ ડિરેક્ટર અને નાબાર્ડના ડીડીએમ શ્રી કિરણ રાઉતની ઉપસ્થિતમાં પીએલપીનો પ્રારંભ કરાયો હતો. કલેક્ટર ડો.સૌરભ પારઘી ની અધ્યક્ષતામાં એફપીઓની જિલ્લા કક્ષાની દેખરેખ સમિતિની બેઠક (D-MC) પણ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ યોજવામાં આવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચિફ

IMG-20201211-WA0006.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!