પીપાવાવ પોર્ટના ગેસ્‍ટહાઉસ ખાતે પરમીટનો ભંગ કરી દારૂની મહેફિલ માણતા કસ્‍ટમ વિભાગના ત્રણ અધિકારીઓને ઝડપી લેતી LCB

પીપાવાવ પોર્ટના ગેસ્‍ટહાઉસ ખાતે પરમીટનો ભંગ કરી દારૂની મહેફિલ માણતા કસ્‍ટમ વિભાગના ત્રણ અધિકારીઓને ઝડપી લેતી LCB
Spread the love

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ અમરેલી જિલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, અમરેલી એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીનાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, પીપાવાવ પોર્ટ કોલોનીમાં આવેલ ગેસ્ટ હાઉસના રૂમ નં.૧માં રહેતા નિલેષભાઇ દિનેશચંદ્ર જોષી, રહે.પીપાવાવ પોર્ટ, ગેસ્ટ હાઉસ વાળા, મોટી રકમનો ખર્ચ કરી, પરપ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બહારના દેશનું બિયર લાવી, પોતાના કબજા ભોગવટાના રૂમમાં રાખી, ઘણા સમયથી, અવાર નવાર, કેટલાક ઇસમોને મોબાઇલ ફોન પર કોન્ટેકટ કરી, પીવા ભેગા કરી, પીઠું ચલાવી, ગે.કા. કેફી પીણું પીવાની મહેફીલ કરે છે, અને આજ રોજ મહેફીલ ચાલુ છે, તેવી ચોક્કસ બાતમી મળતાં, બાતમી આધારે પીપાવાવ પોર્ટના ગેસ્ટ હાઉસમાં રેઇડ કરતાં, કસ્‍ટમ વિભાગના ત્રણ અધિકારીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયેલ.

પકડાયેલ ઇસમો

  • નિલેશભાઇ દિનેશચંદ્ર જોષી, ઉં.વ- ૫૦, ધંધો- નોકરી ( સુપ્રીટેન્ડન્ટ, કસ્ટમ ) રહે.હાલ- પીપાવાવ પોર્ટ, ગેસ્ટ હાઉસ, રૂમ નં- ૦૧, મુળ રહે- જામનગર, હવાઇ ચોક, સરાના કુવા.
  • ભગવાનભાઇ સહાયભાઇ મીના, ઉં.વ- ૫૪, ધંધો- નોકરી ( સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ ), રહે હાલ- પીપાવાવ પોર્ટ ગેસ્ટ હાઉસ, રૂમ નં- ૧૦, મુળ રહે. રાજકોટ, શીવધરા સોસાયટી, યુનિવર્સીટી રોડ, ૩૭, મુળ વતન- મંડાવર, તા-મંડાવર, જિ- ઢૌસા.
  • કીરૂપાનંદન ગુરૂવન, ઉં.વ- ૫૩, ધંધો- નોકરી ( સુપ્રીટેન્ડન્ટ કસ્ટમ ), રહે.હાલ- પીપાવાવ પોર્ટ, ગેસ્ટ હાઉસ, રૂમ નં- ૦૨, રહે. A-70, રાધે બંગ્લોઝ, ખોખરા, અમદાવાદ-૦૮, મુળ રહે. બાલાપુરમ, તા-પલ્લીપટ્ટ, જી-તીરૂવલ્લૌર.

પકડાયેલ મુદ્દામાલ

ભારતીય બનાવટનો વિદેશી દારૂ બ્લેક ડોગ સ્કોચ વ્હિસ્કીની બોટલમાં આશરે ૪૦૦ મીલી દારૂ, કિ.રૂ.૫૦૦/- તથા પાણીની બોટલ, કિ.રૂ.૦૦/- તથા કાચના ગ્લાસ-૩, કિ.રૂ.૦૦/- તથા વિદેશની કાસ ફ્રેશ કોલ્ડ બ્રેવ્ડ કંપનીના બિયરના ટીન ૩૫૫ મીલી.ના કુલ નંગ-૨૩, કિ.રૂ.૨,૩૦૦/- તથા મોબાઇલ-૩, કિ.રૂ.૧૫,૦૦૦/-  મળી, કુલ કિં.રૂ.૧૭,૮૦૦/- નો મુદ્દામાલ.

ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરૂધ્‍ધ પ્રોહિબીશન ધારા તળે કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ, મરીન પીપાવાવ પો.સ્‍ટે.માં સોંપી આપેલ છે.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201215-WA0068-2.jpg IMG-20201215-WA0067-1.jpg IMG-20201215-WA0066-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!