રણમલપુર ગ્રામ પંચાયત મહિલા સરપંચ સહિત 11 સભ્યો વિકાસ કમિશનર દ્વારા સસ્પેન્ડ

હળવદ તાલુકાના રણમપુર ગામના સરપંચ ગત વર્ષે નાણાકીય બજેટ નું અવલોકન કરીને બજેટ નો ઠરાવ નહિ મોકલતા તાલુકા વિકાસ અધિકારી એ જિલ્લા વિકાસ અધિકારીએ રિપોર્ટ કરતાં ગાંધીનગર જિલ્લા વિકાસ કમિશ્નર એ મહિલા સરપંચ સહિત ૧૧ સભ્યોને એટલે કે આખી બોડી સસ્પેન્ડ કરતા તાલુકા અને રણમલપુર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. નગર પર નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાનાર હોય ત્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામના મહિલા સરપંચ સહિત ૧૧ સભ્યો ના ગાંધીનગર વિકાસ કમિશનર દ્વારા સસ્પેન્ડ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રણમલપુર ગામના મહિલા સરપંચ અને પંચાયતના પંચાયત બોડી ૧૧ સભ્યો ગત વર્ષે નાણાકીય બજેટ તૈયાર કરવાનું હોય અને અત્રે તાલુકા પંચાયતની કચેરી ઠરાવ કરી રીપોર્ટ મોકલવાનો હોય પરંતુ સરપંચ અને ઉપસરપંચ અને તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના સભ્યો નો અંદરોઅંદરની ખેંચતાણ ના કારણે જે સમય મર્યાદામાં બજેટ તૈયાર કરેલ નહિ મોકલતા જેના કારણે તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલેએ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરતાં જિલ્લા વિકાસ અધિકારીએ ગાંધીનગર જિલ્લા વિકાસ કમિશનર ને રિપોર્ટ રજુ કરતા મહિલા સરપંચ મહિલા સહિત 11 સભ્યોને રણમલપુર ગ્રામ પંચાયત ના હોદ્દો પર દૂર કરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ તાલુકા હળવદ ના રણમલપુર ગામ પંચાયતના સરપંચ સહિત ૧૧ સભ્યોને હોદ્દા ઉપરથી દૂર કરવાનો ગાંધીનગર વિકાસ કમિશનર હુકમ કર્યો છે હાલ રણમલપુર ગામ માં વહીવટદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે જ્યાં સુધી નવી ચૂંટણી નહિ થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત વિસ્તરણ અધિકારીની નિમણૂક આપવામાં આવેલ છે જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત ના કામ કાજ વિસ્તરણ અધિકારી કરશે તેમ જણાવ્યું હતું.
સરપંચ વામાજ જાગૃતિબેન અમૃતભાઈ તથા સભ્યો પ્રજાપતિ જ્યોત્સનાબેન નગીનભાઈ, પારેજીયા રમાબેન દેવકરણભાઈ, વામાજા પ્રતીક્ષાબેન ઘનશ્યામભાઈ, વરમોરા વિપુલભાઈ વસુદેવભાઈ, ત્રેટીયા હર્મીલાબેન જયંતીભાઈ, વરમોરા કિરીટભાઈ મહાદેવભાઈ, વરમોરા અશોકભાઈ નારાયણભાઈ, ધામેચા કાળુંભાઈ જાદુભાઈ, રબારી ખોડાભાઈ પ્રભુભાઈ અને રાઠોડ પુનાભાઈ દેવાભાઈને હોદા પરથી હટાવી દીધા છે.આ રીતે સરપંચ સહિત 11 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.