ભુજમાં થયેલ રૂ. 14.14 લાખના સોનાની ચોરીના ગુનાને અંજામ આપનાર એકને ઝડપી પાડતી મોરબી LCB

ભુજમાં થયેલ રૂ. 14.14 લાખના સોનાની ચોરીના ગુનાને અંજામ આપનાર એકને ઝડપી પાડતી મોરબી LCB
Spread the love
  • ‘ઇરાની ગેંગ’ સાથે સંકળાયેલા ત્રણ તસ્કરો પૈકી એક મોરબીમાં રવિરાજ ચોકડી ખાતેથી પકડાયો

મોરબી : મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા ભુજ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેવંતી કોમ્લેક્ષમાં આવેલ ‘કેશવલાલ જેઠાલાલ જ્વલર્સ’ ખાતે નજર ચુકવી સોનાના સિક્કા તથા સોનુ રો મટીરીયલ મળી કિ.રૂ. 14,14,400ની થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ‘ઇરાની ગેંગ’ના એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ભુજ શહેર જીલ્લા પંચાયત કચેરી સામે, સેવંતી કોપ્લેક્ષમાં આવેલ ‘કેશવલાલ જેઠાલાલ જ્વલર્સ’ નામની દુકાનમાં 10 વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સો દુકાનમાં સોનાના સિક્કા ખરીદી કરવાના બહાને દુકાનમાં પ્રવેશ કર્યો હતો.

ફરીયાદીની નજર ચુકવી ફરીયાદીની દુકાનના ટેબલના ગલ્લામાં રાખેલ સોનાના સિક્કા તથા સોનાનુ રો મટીરીયલ વજન આશરે 272 ગ્રામ જેની કિ.રૂ. 14,14,400ની મત્તાની ચોરી કરી નાસી ભાગી ગયેલ હતા. જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી નાકાબંધીનો મેસેજ પાસ કરેલ હતો.  જે અનુસંધાને નાકાબંધીમાં મોરબી, રવિરાજ ચોકડી ખાતે મોરબી એલ.સી.બી.ના સ્ટાફને બાતમી રાહે હકિકત મળેલ કે આ ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકી એક આરોપી એકસેસ 125 સફેદ સ્કૂટર નંબર GJ-01-UB-6708 લઇ કંડલા મોરબી હાઇવે રોડ ઉપર નિકળનાર છે. જે હકિકત આધારે મોરબી એલ.સી.બી. પોલીસે એક ઇસમને કોર્ડન કરી પકડી પાડેલ છે. આ પકડાયેલ આરોપી ફિરોજઅલી મનસુરઅલી (ઉ.વ. 40, મુળ રહે. સંજયનગર કોલોની, ભોપાલ, મધ્યપ્રદેશ) હોવાનું પોલીસને જણાવતો હતો.

જેની પોલીસ દ્વારા સઘન પુછપરછ દરમ્યાન પોતાને ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ (રહે. ઘાટકોપર, મુંબઇ)એ આર્થીક સગવડ કરી આપી ટ્રેન રસ્તે અમદાવાદ મુકામે બોલાવેલ અને ત્યાંથી બસ રસ્તે ગાંધીધામ ખાતે ગયેલ હોવાનું જણાવ્યું હતું, બાદમાં ત્યાં આરોપી ફિરોજઅલીને ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ મળેલ હતો. અને ત્યાંથી ભુજ મુકામે ત્રણેય ઇસમો ગયેલ અને ત્યાં આગળ આ ગુનાને અંજામ આપ્યો હતો. બાદમાં આરોપી ફિરોજઅલી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખનુ એકસેસ સ્કૂટર લઇ પ્લાન મુજબ અમદાવાદ મુકામે જતો હતો.

ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ તથા ગુલામ નાશીરહુશેન શેખ (રહે. મુળ કર્ણાટક, હાલ રહે. મુંબઇ) ચોરીમાં મળેલ મુદ્દામાલ લઇ અન્ય રસ્તેથી નિકળેલ હોવાનું જણાવેલ છે. આ પકડાયેલ આરોપી ફિરોજઅલી તથા પકડાવાના બાકી આરોપી ગુલામ અબ્બાસ શોકતઅલી શેખ અને ગુલામ નાશીરહુશેન શેખ ઇરાની ગેંગ સાથે સંકડાયેલ છે. આમ, આરોપી ફિરોજઅલીને પકડી પાડી ભુજ શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર થયેલ વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

IMG-20201216-WA0018.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!