ડીસામાં કિસાન સંમેલનમાં બનાસડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકર ચોધરીનું નિવેદન

આખા કાયદામાં ખેડૂતના હિત શિવાય કઈ જ નથી. જેને નથી ગમતું એને ખેડૂત સાથે કઈ લેવા દેવા નથી. બનાસકાંઠામાં કોન્ટ્રાકટ ફાર્મિંગ વર્ષોથી ચાલે છે અને ખેડૂતોને ફાયદો થાય છે. એમાં ખેડૂતોને નુકસાન થતું નથી ભલે ભાવ ઓછા થાય. એટલે આ કૃષિ કાયદામાં કોઈ જ ખેડૂતને નુકસાન નથી. નવો કાયદો ખેડૂતોના હિત માટે મોદી સાહેબે કર્યો છે.
ખેડૂત હવે નોંધારો નથી એને ચિંતા નથી તેનો ભાવ પહેલાથી જ નક્કી છે. બધા જ પાકોમાં આ થાય તો ખેડૂતોની કિસ્મત બની જાય. જે લોકો ભાવ ઘટાડતા તેવા વચેટીયાઓને આ કાયદો ગમતો નથી અને તે વિરોધ કરે છે. ખેડૂતના ખેતર માંથી જે માલ ખરીદશે તેને વચ્ચે કઈ જ કોઈને કમિશન આપવાનું નથી. નવો કૃષિ કાયદો ખેડૂતોના હિત માટે છે દુઃખે છે બીજાને અને ફૂટે છે બીજો…
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)