મોરબીના ખાટકીવાસમાં જૂથ અથડામણમાં ફાયરિંગ : 1નું મોત, 5 ને ઇજા

મોરબી : મોરબી શહેરમાં રવિવારે ધોળા દિવસે ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી અને બંધુકમાંથી આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એકનું મોત થયું છે. જ્યારે પાંચથી વધુ લોકોને ગંભીર ઇજા પોહચી છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે. મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બારસાખ રાજપૂત શેરીમાં રફીક અનેં મમુ દાઢીના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ઘાતક હથિયારોની સાથે બંને પક્ષે સામ સામે ફાયરિંગ પણ થયા હતા.
આ ઘટના આદિલ રફીકભાઇ માંડલીયા ઉ.32 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. અને અન્ય રફીકભાઈને ગંભીર ઇજા પોહચી છે. જ્યારે સામાપક્ષે મમુ દાઢી સહિત પાંચ લોકોને પણ જીવલેણ ઇજાઓ પોહચી છે. પોલીસને બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પોહચી ગયા હતા અને સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને બનાવ અંગે વિગતો મેળવી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે મોરબી શહેરમાં દિનદાહડે મારામારી અને ફાયરિંગ જેવી ઘટનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠ્યા છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી