સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે રમાતી ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાંકરેજ ટીમનો સેમિફાઇનલમાં પ્રવેશ..
ડીસા સ્પોર્ટ્સ ક્લબ મેદાન ખાતે રમાઈ રહેલી ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની સોળ ક્રિકેટ ટીમો ભાગ લીધેલ છે.. જેમાંથી કાંકરેજ તાલુકા વતી ગોપાલ સેવા સંગઠનની ટીમનો સમાવેશ છે. જેના પ્રથમ રાઉન્ડના શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓની સતત નજર કાંકરેજની ટીમ પર મંડાઈ રહી છે. કાંકરેજ ટીમ ભાભર અને ખરડોસણ બન્ને ટીમને હાર આપી સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. કાંકરેજ ગોપાલ સેવા સંગઠનના અધ્યક્ષ શ્રી પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ ટુર્નામેન્ટ થકી તાલુકાના યુવાનોને ક્રિકેટની રમત પ્રત્યે ના કૌશલ્ય ને તેજ કરવા માટે એક પ્રયાસ થયો છે જેથી ભવિષ્યમાં એમને યોગ્ય પ્લેટફોર્મ મળી શકે…
રિપોર્ટ : મહેશ ડભાણી (કાંકરેજ)