ABVP દ્વારા વડાલી કોલેજના પ્રિન્સિપાલને અપાયું આવેદન

સાબરકાંઠાના વડાલી યુનિવર્સિટી સબ સેન્ટર ખાતે HNGU ની પરીક્ષા ઓફલાઇન અને ઓનલાઈન બન્ને ઓપશનમાં રાખવામાં આવે તે માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિ શ્રી ને સૂત્રોચાર સાથે ધારદાર રજૂઆત કરાઈ છે આવેદન માં સ્પષ્ટ જણાવ્યું છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ છેલ્લા 72 વર્ષથી શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ ના પ્રશ્નનો નું નિરાકરણ લાવતું વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે . છેલ્લા અમુક દિવસોથી HNGUના વિદ્યાર્થીઓની હાલની Covid-19ની પરિસ્થિતિ ને જોતા અમારી પાસે પરીક્ષા બાબતે તથા વિવિધ વિષયો ની રજુવાત મળેલ છે. જેને જોતા વિદ્યાર્થી પરિષદ દ્વારા નીચે પ્રમાણેની આવેદનમાં માગ કરવામાં આવી છે, તારીખ 28 ડિસેમ્બર થી આયોજિત સેમેસ્ટર 1 અને ૩ ની ઓનલાઈન તથા સેમ 5 ની ઓફલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીઓની રજૂઆત પ્રમાણે પરીક્ષા વૈકલ્પિક રાખવામાં આવે.
એટલે કે ઓનલાઈન તથા ઑફલાઈન બંને ફોર્મેટ માં રાખવામાં આવે,કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન કોરોના ગ્રસ્ત હોય અથવા કોરન્ટાઇન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા લેવામાં આવે અને તેમનું સત્ર ના બગડે તેનું ધ્યાન રાખવામાં આવે . કોરોના કાળ માં આંતરિયાળ વિસ્તારમાં કનેક્ટિવિટી ની સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પૂરતું શિક્ષણ મેળવી શક્યો નથી એવા સંજોગોમાં અભ્યાસક્રમ માં ઘટાડો કરવામાં આવે. કોલેજની પરીક્ષાઓ ઓનલાઇન પ્રકારે તથા હેતુલક્ષી પ્રશ્નોની સાથે લેવાઈ છે ત્યારે યુનિવર્સિટી સ્તરની પરીક્ષાના પ્રશ્નપત્રનું સ્વરૂપ સરળ કરવામાં આવે તથા વિદ્યાર્થીઓને સમયસર જાણ કરવામાં આવે વડાલી ખાતે નિષ્ક્રિય HNGU મેં સબ સેન્ટર જે “શોભાના ગાંઠીયા” સમાન છે તેને ત્વરિત ધોરણે કાર્યરત કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને પાટણ જવાની જરૂર ના પડે તથા સબ સેન્ટર ખાતે નિયમિત ધોરણે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની હાજરી રહે તેનું આયોજન કરવામાં આવે. આમ તમામ પ્રશ્નો સાથે રજૂઆત કરાઈ હતી.
રિપોર્ટ : કિરણ ખાંટ (વડાલી)