થરાદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સમથૅનમાં ધરણાં

દિલ્હી માં ચાલતા ખેડુતો નાં આંદોલન હવે ગુજરાત માં પણ આવી જ ગયાં છે જેનો વિરોધ જોવા મળે છે આવી જ રીતે બનાસકાંઠામાં પડઘા પડે તો એમાં નવાઈની વાત નથી. આવી જ રીતે થરાદ તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન ધારણ કરીને વિરોધ દાખલ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ખેડૂતોને મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા ખેડૂત વિરોધી કાળો કાયદો રદ કરવામાં આવે તેના માટે ધરણાં કરવામાં આવ્યા હતા.જે કાયૅક્રમમાં થરાદ કોંગ્રેસ સમિતિ પ્રમુખ આબાભાઈ સોલંકી, પ્રધાન ઠાકોર યુથ કોંગ્રેસ તેમજ થરાદ શહેર કોંગ્રેસનાં આગેવાન જોડાયા હતા.