અંબાજીનાં પીડિત પરીવારની દુઃખભરી કહાણી, આરોપીના જામીન નામંજૂર

અંબાજીનાં પીડિત પરીવારની દુઃખભરી કહાણી, આરોપીના જામીન નામંજૂર
Spread the love

શક્તિપીઠ અંબાજી ગૂજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું શક્તિપીઠ છે, આ ધામ મા ગુજરાતીઓ ઉપરાંત અન્ય રાજ્યો ના લોકો વસવાટ કરી રહ્યાં છે. આ ધામ મા વર્ષે દહાડે લાખો કરોડો માઇ ભકતો માતાજી ના દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, પરંતુ અંબાજી ગામ મા છેલ્લા કેટલાય દિવસોથી રાજુ માળી ની ગુંડાગીરી મોટા પ્રમાણમાં વધવા પામી છે અને હદ તો ત્યારે થઈ કે રાજુ માળી અને તેના સસરા દ્વારા અંબાજીના નિર્દોષ સ્થાનીક પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે ફરિયાદ તે સમયે નોંધી હતી નહિ.

ત્યારબાદ ગંભીર હાલતમાં પિતા પુત્રને પાલનપુરમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે અંબાજી પોલીસ પાલનપુર રાજસ્થાન આઈ.સી.યુ. માં જઈને પોલીસ ફરિયાદ નોંધવા પ્રયત્ન કર્યા હતા તેવો આરોપ પીડિત પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે, હાલ આટલા દિવસ વિતવા છતાં પણ પિતા-પુત્ર પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાલમાં પીડિત પરિવાર અંબાજી પોલીસની કામગીરીથી ભારે નારાજ છે. અંબાજી ખાતે નાનકડી હોટલ ભાડે રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ઉમેશભાઈ અને તેમનો પરિવાર ખુબ જ સારો સ્વભાવ ધરાવે છે પરંતુ પાસે નાનકડી હોટલ ધરાવતા માથાભારે રાજુ માળી ની ગુંડાગીરી અંબાજી ખાતે વધવા પામી છે. આ માથાભારે રાજુ માળી અને તેના સસરા દ્વારા ઉમેશભાઈ અને તેમના દીકરા હેત પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

મોડે મોડે વિવાદ વધતા પોલિસે ફરિયાદ દાખલ કરી હતી અને જમાઈ અને સસરાને જેલ હવાલે કર્યા હતા અને ત્યાં હાજર રાજુ માળીની પત્નીને ભગાડવામાં આવી હતી તેવો આરોપ શિલ્પાબેન દ્વારા અંબાજી પોલીસ પર લગાવવામાં આવ્યો છે. પાલનપુર સેશન કોર્ટ દ્વારા જમાઈ અને સસરાના જામીન નામંજુર કરવામાં આવ્યા હતા અને આ માથાભારે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, અંબાજી પોલીસ તરફથી પિડીત પરિવારને કોઈ પણ જાતનો સહયોગ મળ્યો નથી અને હુમલો કરનારા ડીસાના માથાભારે રાજુ માળી દ્વારા રાજકીય ધારાસભ્યો નો પ્રેસર કરાવવામાં આવી રહ્યા નો આરોપ પીડિત પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે, જિલ્લા પોલીસ વડા દ્વારા પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તેવી માંગ ઉઠી છે.

અંબાજી મા જ્યારથી પીઆઇ જે બી આચાર્ય આવ્યા, વિવાદો ઊભા થયા

શક્તિપીઠ અંબાજી ખાતે અગાઉના પીઆઈની કામગીરી ઘણી સુંદર રહી હતી, પરંતુ જ્યારથી અંબાજી પીઆઇ તરીકે જે. બી. આચાર્ય આવ્યા છે ત્યારથી તેમની કામગીરી ભારે વિવાદિત રહી છે, ગુજરાત છાપરી બોર્ડર પર છેલ્લા કેટલાય મહિનાઓથી ઉઘરાણા ચાલી રહ્યા છે, જાંબુડી બોર્ડર પર પણ ઉઘરાણા ચાલી રહ્યા છે પરંતુ અંબાજી પી.આઈ. નિર્દોષ લોકોની ફરિયાદ સાંભળતા નથી. અંબાજીમાં જગ્યા જગ્યા દેશી વિદેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે પરંતુ અંબાજી પી.આઈ. ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

જાંબુડી અને અંબાજી છાપરી બોર્ડર ના હપ્તા કોણ લે છે ?

અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ કોટેશ્વર પાસે આવેલી જાંબુડી બોર્ડર પર દર મહિને 20,000 રૂપિયા હપ્તો અંબાજી પોલીસમાં કોણ લે છે ? અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ છાપરી બોર્ડરનો રોજનો 7000 રૂપિયાનો હપ્તો કયો અધિકારી લઇ રહ્યો છે, રોજના 2000 રૂપિયા કયા હોમગાર્ડ લઈ રહ્યાં છે. અંબાજીથી આબુરોડ તરફ જતા આવતા વાહનો પાસેથી કેમ હજુ સુધી એન્ટ્રી ફી લેવામાં આવી રહી છે, છાપરી બોર્ડર પરથી તાત્કાલિક હોમગાર્ડ જવાનોને હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દીપક ચૌધરી, જયકરણ ગઢવી, ઈશ્વર પટેલને જ કેમ છાપરી બોર્ડર પર મૂકવામાં આવ્યા છે.

સસરા અને જમાઈ ના જામીન નામંજૂર, જેલ હવાલે

અંબાજીના ઇતિહાસમાં આજ સુધી આવી મારામારી થઈ નથી , જેવી મારામારી 12 ડિસેમ્બરના રોજ ડીસાના માથાભારે રાજુ માળી અને તેના સસરા દ્વારા કરાઈ હતી, પાલનપુર સેશન કોર્ટમાં પીડિત પરિવારના વકીલ વિકાસ અગ્રવાલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા જમાઈ અને સસરા ના જામીન નામંજૂર થયા હતા અને આ માથાભારે જમાઈ અને સસરાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, રાજુ માળી દ્વારા કોઈ ધારાસભ્યનો જેક લગાવીને પીડિત પરિવારને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે તેવો આરોપ પીડિત પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો છે

એસટી ડેપો મેનેજરે અંબાજી પીઆઇની પોલ ખોલી

22 ડિસેમ્બરના રોજ અંબાજી એસટી ડેપો મેનેજર દ્વારા એસટી ડેપો ના વિસ્તાર માથી દેશી દારુ ભરેલો કટો પકડી પાડયો હતો અને ડેપો મેનેજરે જણાવ્યું હતું કે અમે આ બાબતે અસંખ્યવાર અંબાજી પોલીસને જાણ કરી છે પરંતુ અંબાજી પોલીસ ધ્યાન ન આપતા અમે આજે દારુ પકડ્યો છે અને પોલીસને જાણ કરી છે. અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર બસ ડેપો પાછળ નો માર્ગ અંબાજી પીઆઇ જે બી આચાર્યની ભૂલને કારણે બંધ કરવામાં આવ્યો છે, અંબાજીની સ્થાનિક જનતાને હવે લાંબું ફરીને જવું પડે છે, આમ અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ પીઆઇ તરીકે જે બી આચાર્ય આવ્યા બાદ દારૂ જુગાર ની પ્રવૃતિમાં વધારો થયો છે.

ગાંધીનગર વિજિલન્સ દ્વારા પણ વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો પરંતુ અંબાજી પીઆઇ પર કોઇ જ પગલાં ભરવામાં આવ્યા નથી. થરાદ પાસેના વગદામડા ગામે ભીડ એકઠી કરવાના મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા ઍક પીએસઆઇ અને કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે તો અંબાજી ખાતે વિજિલન્સ નો દારુ પકડાયો તો અંબાજી પોલીસના પીઆઇ કે અન્ય કોઈ કોન્સ્ટેબલ પર કેમ કાર્યવાહી કરવામાં આવી નથી જે બાબત હાલ ચર્ચાસ્પદ બની છે.

IMG-20201219-WA0034-1.jpg IMG-20201219-WA0033-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!