ગારીયાધારના ધારાસભ્ય નાકરાણીની રેલવે લાઇન આપવા રજૂઆત

ગારીયાધાર ના ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણી રજૂઆત કરી કે ભાવનગર જિલ્લાના પાંચ તાલુકાઓ ગારીયાધાર, તળાજા ઘોઘા, વલભીપુર અને જેસર રેલ્વે લાઈનની સુવિધા પ્રાપ્ત થયેલ નથી. તો પાલીતાણા લીલીયાથી જોડાણ આપવા ભારત સરકારને નવી આ તાલુકાના રેલવે લાઇન નાખવામાં આવે તો વિકાસના નવા દ્વાર ખુલી શકે. તાજેતરમાં તેમણે વડાપ્રધાન સહિતના આગેવાનોને પત્ર લખીને ઉપરોક્ત રજૂઆત કરી.