રાજકોટ : ગાયકવાડીમાં મંદિરના પુજારીને કારચાલકે ઠોકરે ચડાવતા સારવાર દરમિયાન નિધન

રાજકોટ શહેરમાં મૂળ રાજસ્થાનના અને છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટ સ્થાયી થયેલા અને ન્યુ માયાણીનગરમાં રહી જંક્શન પ્લોટ ગાયકવાડીમાં આવેલ હર ગંગેશ્વર મહાદેવ મંદિરની સેવાપૂજા કરતા વિપ્ર પૂજારી દેવેન્દ્રભાઈ ચંપકલાલ અમેટા નામના વિપ્ર પૂજારી ગત રાત્રે મહાદેવ મંદિરેથી પૂજા અર્ચના કરી. રાત્રે-૯ વાગ્યે પોતાનું બાઈક લઈને ઘર તરફ જવા રવાના થયા હતા. રૂડા બિલ્ડીંગ પાસે આવેલ ટ્રાફિક પોલીસ ઓફિસની સામે તેઓ પહોંચ્યા ત્યારે GJ-01-KQ 0420 નંબરની ઇકો કાર પુરપાટ ઝડપે આવી હતી.
દેવેન્દ્રભાઈને હડફેટે લેતા તેઓ ફંગોળાઈ ગયા હતા. તેઓને ગંભીર ઇજા થતા લોકો એકઠા થઇ ગયા હતા. અને તાકીદે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જો કે અકસ્માત સર્જી કારચાલક કાર રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. અને બીજી તરફ ટૂંકી સારવાર દરમિયાન દેવેન્દ્રભાઈનું મોત થયું હતું. ઘટનાને પગલે પ્ર.નગર P.S.I કે.સી.રાણા અને સ્ટાફ દોડી ગયો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)