4 વર્ષ અગાઉ હાથઉછીના આપેલા ₹.5 લાખના કેસમાં એક વર્ષની સજા ફટકારતી કડી કોર્ટ

ચાર વર્ષ અગાઉ પટેલ હર્ષદભાઈ જયંતીભાઈ એ મનીષભાઈ ગંગારામભાઈ પટેલ પાસેથી અંગત કામ માટે જરૂર પડતા અને તેઓ બંને મિત્રો થતા હોઈ રૂ.૫,૦૦,૦૦૦/- ની હાથ ઉછીનાની માંગણી કરતા મનીષભાઈ ગંગારામભાઈ પટેલે હર્ષદભાઈ પટેલ મુ.રહે.કરણનગર,તા.કડી,હાલ રહે.ઉમાશીખર કડીનાઓને રૂ.૫ લાખ બે માસની મુદત માટે હાથ ઉછીના આપેલા ત્યારબાદ હર્ષદભાઈએ સમયસર નાણા નહિ આપતા મનીશભાઈએ તેઓના નાણાંની ઉઘરાણી કરતા આરોપી હર્ષદભાઈએ તારીખ 14/10/2016 ના રોજ ચેક મનીશભાઈને આપેલો જે ચેક અપૂરતા નાણાંને લીધે પરત ફર્યો હતો જેથી મનીશભાઈએ કડીના એડી.ચીફ. જ્યુડિશિયલ મેજી.ની કોર્ટમાં કેસ કરતા કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ મનીષભાઈ રાવલની ધારદાર દલીલને ગ્રાહ્ય રાખી કોર્ટે હર્ષદભાઈ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.10,000/- નો દંડ ફટકાર્યો હતો.