ખંભાળિયામાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહનુ માનવીય કાર્ય

ખંભાળિયામાં શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહનુ માનવીય કાર્ય
Spread the love

ખંભાળિયામાં દરિદ્રનારાયણ માટે પ્રવૃત એવી સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફ થી સંક્રાતિ પર્વ નિમિતે ખાદ્ય સામગ્રી નુ વિતરણ થયુ હતુ. આ પ્રવૃતિ માટે યુકે ના ગણાત્રા ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શેઠ શ્રી હિતેનભાઈ ગણાત્રાના સહયોગથી સમર્થન મળ્યું હતું. જરૂરિયાતમંદ એવા કુલ ૧૬૦ પરિવારોને આશરે ૬૦૦ રૂપિયા સુધીની કીટ નું વિતરણ આજરોજ કરવામાં આવ્યું. જેમાં ૧૩૦ પરિવારો ને મહાજન વાડી મા ખાંડ,તેલ,મગ,ચણા ની દાળ,મરચા ની ભૂકી, મમરા,તલ, ગોળ, નિમક અને ચાની ભૂકી સહિત ની સામગ્રી આપવામાં આવી હતી જ્યારે ગૂગળી ચકલા વિસ્તારમા ૩૦ પરિવારો ને પણ આ જ રાશનની કીટ આપવામાં આવી હતી.

ગૂગળી ચકલા વિસ્તાર મા વિતરણ ની વ્યવસ્થા મહંત શ્રી સુરેશભાઈ નિમાવત અને સાથીદારો એ સંભાળી હતી. ૩૯ વર્ષ થી લોહાણા મહાજન વાડી મા આ પર્વનુ વિતરણ કરવામાં આવે છે ત્યારથી આજસુધી મા શ્રી મનુભાઈ કાનાણી અને વિનોદભાઈ પંચમતીયા સક્રિય રહ્યા છે અને સંસ્થા ની પ્રવૃતિઓ ને મજબૂતી આપી છે. આજે તેમના સંતાનો સક્રિય છે અને સેવાના પથને આગળ વધારી ને પ્રવૃતિઓ દીપાવી રહ્યા છે . તેમાં શ્રી નીશીલ કાનાણી સંપૂર્ણ વ્યવસ્થા નુ સુંદર સંકલન કરીને સૌને સાથે રાખીને કાર્ય કરે છે. ઉપરાંત અશોકભાઈ દાવડા,જયસુખભાઇ મોદી સક્રિય સાથ આપે છે.

વિતલ પિસાવાડીયા

IMG-20210111-WA0036-2.jpg IMG-20210111-WA0037-1.jpg IMG-20210111-WA0038-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!