ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા “સબકે રામ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

મોરબી : દાયકાઓની પ્રતિક્ષા પછી રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે ત્યારે રામના જીવનમાંથી આવનારી પેઢી પ્રેરણા મેળવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા “સબ કે રામ” વિષય અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલ પાત્ર કે ઘટનાઓ આધારિત ચિત્ર દોરી શકશે તથા ચિત્રને અનુરુપ શ્રીરામ સાથે સંકળાયેલી ચોપાઈ, ભજન કે પ્રેરક વાક્યો લખી શકાશે.
આ સ્પર્ધા જુદા જુદા ત્રણ વિભાગમાં યોજાશે. જેમાં પ્રાથમિક વિભાગ (ધોરણ 1થી 8), માધ્યમિક વિભાગ (ધોરણ 9થી 12), ઓપન વિભાગ (કોઈપણ વય જૂથના ભાઈઓ-બહેનો)ના ગ્રુપ રહેશે. ત્રણેય વિભાગમાં વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે. ચિત્રો ડ્રોઈંગપેપર પર દોરી પાછળ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર લખવાના રહેશે.
દોરેલા ચિત્રો રવીન્દ્રભાઈ ત્રિવેદી, ઓરીએન્ટલ ક્લાસીસ, મોરબી 2, ડૉક્ટર ઉત્સવભાઈ દવે, એકદંત ક્લીનીક, જુના બસસ્ટેન્ડ પાસે, રામ જન્મભૂમિ તીર્થ કાર્યાલય સરદાર બાગની બાજુમાં, મોરબી તથા જ્ઞાનસાગર ક્લાસીસ, રવાપર રોડ, મોરબી પહોંચાડવાના રહેશે. ચિત્રો પહોંચાડવાની છેલ્લી તારીખ 31/1/21 રહેશે. બહારગામથી ભાગ લેનાર સ્પર્ધકો મોબાઈલ નંબર 98790 24410 પર ચિત્રો પહોચાડી શકશે તથા તેઓને ઇ- સર્ટિફિકેટ આપવામાં આવશે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી