વાંકાનેર : વાડામાં પશુઓના ચારામાં આગ ભડકી ઉઠી

વાંકાનેર : વાડામાં પશુઓના ચારામાં આગ ભડકી ઉઠી
Spread the love
  • સદનીસબે જાનહાની ટળી પણ આગમાં કડબનો જથ્થો ખાક

વાંકાનેર : વાંકાનેરના દિધલીયા ગામે આવેલા એક વાડામાં પશુઓ માટે રખાયેલા ચારામાં આજે ઓચિંતી આગ ભડકી ઉઠી હતી.સદનસીબે આ આગની ઘટનામાં જાનહાની થઈ ન હતી. પણ આગમાં પશુઓના ચારાનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો.

આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના દિઘાલીયા ગામે રહેતા ખેડૂત અબ્દુલ હાજીભાઈ વકાલિયાના ગામ પાસે આવેલા વાડામાં રાખેલા પશુચારાના જથ્થામાં આજે કોઈ કારણસર અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં 10 ટ્રેકટર ભરાઈ તેટલો કડબનો જથ્થો સળગીને રાખ થઈ ગયો હતો. આથી ખેડૂતને ભારે નુકશાન થયું હતું.જોકે આ આગની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ ન હતી.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

17-35-06-062a0937-2c3f-4050-bda2-4a2e5d057b5e-768x576-1.jpg 17-35-01-78add857-8eb0-4f94-9332-b31c4d551a68-768x576-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!