પાલભાઈ આંબલિયાની ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિમાં નિમણૂક

ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન અને સંપૂર્ણ ભારતવર્ષના દરેકે દરેક કિસાન ભાઈના દુ:ખ-દર્દને પોતાનું દુ:ખ-દર્દ ગણી કિસાનભાઈના તમામ પ્રશ્નોને વાચા આપનાર શ્રી પાલભાઈ આંબલિયાની ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમન્વય સમિતિમાં નિમણૂક થયેલ છે. આ સમિતિ ભારતના જુદા-જુદા ૪૫૦ ખેડુત સંગઠનોની બનેલ છે. આ સંચાલક સમિતિનું સંચાલન ૪૩ સભ્યોનું સંચાલક મંડળ કરે છે જેમાં શ્રીપાલભાઈ સહિત ૩ સભ્યો ગુજરાતના છે. શ્રી પાલભાઈની નિમણૂક બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે હર્ષની લાગણી અનુભવીએ છીએ.
રીપોર્ટ : દાદુભાઇ આહીર (મહુવા)