ડભોઇ ચાણોદ અને કેવડિયા નવીન રેલ્વે સ્ટેશનનું નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

ડભોઇ ચાણોદ અને કેવડિયા નવીન રેલ્વે સ્ટેશનનું નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
Spread the love

ડભોઇ રેલ્વે સ્ટેશનનું આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આજ રોજ ડભોઇ સ્ટેશન ના વર્ચ્યુઅલ લોકાર્પણ નિમિતે ડભોઇ રેલ્વે સ્ટેશન પર કડક સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યું હતું અને સામાન્ય પ્રજા માટે પ્રવેશ બંધી રાખવામાં આવી હતી.આજરોજ સવાર ના 11 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 8 નવી ટ્રેનો ને લીલી ઝંડી આપી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રી દ્વારા ડભોઇ સહીત ચાણોદ તથા કેવડિયા માં નવીન બનેલ રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરતા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જતા પર્યટકો માટે હવે રેલ્વે લાઈન ની સુવિધા ઉપલબ્ધ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી હતી.

આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સંબોધન કરતા જણાવ્યું હતું કે ડભોઇ વડોદરા વચ્ચે નેરોગેજ રેલ્વે માં પોતે કરેલી સફર ને યાદ કરતા કહ્યું હતું કે “ધીમી ગતિએ ચાલતી નેરોગેજ ટ્રેન માં ચાલુ ટ્રેન માં ચડી ઉતરી જતા તેમજ ઘણી વાર ટ્રેન કરતા આપણી દોડવાની સ્પીડ વધુ રહેતી”જેવી જૂની વાતો વઘોળી હતી.આજ થી કેવડિયા જવા માટે 8 નવી ટ્રેનો પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરતા આગામી દિવસો માં કેવડિયા જવા માટે રેલ્વે માં લોકો નો ધસારો જોવા મળશે અને સારી સુવિધા સહીત ની ટ્રેનો માં ગુજરાત સહીત અન્ય રાજ્યો માં થી પણ લોકો કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી શકસે.

IMG-20210117-WA0014.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!