મોરબી : લવમેરેજ કરેલ યુવતીને પતિ સ્વીકારવા કરતો હતો ઇનકાર, પછી થયું એવું કે…
મોરબી :- ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની છે જેમાં મોરબીમાં એક યુવતીએ લવમેરેજ કર્યા હોય જેને પતિ કે સાસરિયાઓ સ્વીકારતા ના હોય જે યુવતીની મદદે ૧૮૧ ટીમ પહોંચી હતી અને સાસરિયામાં સ્વમાન સહીત સ્થાન અપાવ્યું હતું. મોરબીમાં એક પીડિતાનો કોલ ૧૮૧ ટીમને મળ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે કોર્ટ લવમેરેજ કર્યા હોય અને પોતાના પિતાના ઘરેથી નીકળી ગઈ છે અને તેના પતિ સ્વીકારતા ના હોય અને ઘરે આવવાની મનાઈ કરે છે જે કોલ મળતા જ ૧૮૧ ટીમ પીડિતા પાસે પહોંચી હતી અને હતાશ તેમજ મૂંઝાયેલી યુવતીનું ૧૮૧ ટીમના કાઉન્સેલર ભટ્ટી પીન્કી અને કોન્સ્ટેબલ હંસાબેન તેમજ પાયલોટ રાજ દાવાએ સાંત્વના આપી હતી અને હિમત આપી જાણકારી મેળવી હતી.
જેમાં તે અહેમદાબાદ રહેતી હોય અને લવ મેરેજ કર્યા બાદ મમ્મી સાથે બોલાચાલી થતા ઘર છોડીને પતિના ઘરે જવા મંગે છે પરંતુ પતિ ઘરે રાખવાની ના પાડતો હોય સાસરિયાઓ સ્વીકારશે નહિ વિચારી હતાશ થઈને આત્મહત્યા કરવાનો વિચાર કરતા હોવાનું જણાવ્યું હતું જેથી સ્થળ પર કાઉન્સેલિંગ કરી સમજાવી હતી તેમજ લગ્નના બધા કાયદાકીય આધાર પુરાવા પીડિતાએ રજુ કર્યા હતા જેથી પીડિતાને લઈને ૧૮૧ ટીમ પતિના ઘરે ગઈ હતી જ્યાં પતિ અને સાસરિયાઓને કાઉન્સેલિંગ કરી સમજાવ્યા હતા તેમજ કાયદાકીય માહિતી આપી હતી તેમજ સરપંચને વાત કરતા બંને પક્ષને સમજાવી પીડિતાને સાસરિયામાં સ્વમાન સહિતનું સ્થાન અપાવ્યું હતું.
રીપોર્ટ : જનક રાજા, મોરબી