પ્રજાસત્તાક પર્વમાં રમતવીર અરૂણ ભટ્ટનું મહાનુભાવોના હસ્તે સન્માન
અમરેલી ખાતે જિલ્લા પ્રજાસત્તાક પર્વમાં રમતવીર અરૂણ ભટ્ટનું મહાનુભાવોના હસ્તે સન્માન અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેજિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન પવની ઉજવણીમાં ઘ્વજવંદન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો સાથે રમતવીરોના સન્માનમાં અમરેલીના પત્રકાર અને નેશનલ કક્ષાની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ‘ગોલ્ડ મેડલ’ હાંસલ કરનાર અરૂણ ભટ્ટનું અન્ન પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલીના વતની અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, રાજકોટના સભ્ય અરૂણ ભટ્ટ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા આયોજિત લખને (યુ.પી.) ખાતે યોજાયેલ 16મી માસ્ટર નેશનલ એકવાટીક ચેમ્પિયન શીપમાં 3 મીટર ડાઈવિંગની વિવિધ ઇવેન્ટમાં પોતાનું કૌશલ્ય દાખવી કોચ સાગર કક્કડના માર્ગદર્શન હેઠળ પ્રથમક્રમે આવી ગોલ્ડ મેડલ હાંસલ કરી ગુજરાત- સૌરાષ્ટ્ર સાથે અમરેલી જિલ્લાનું ગૌરવ વધારવાની સિઘ્ધી બદલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વના દિને જિલ્લા કલેકટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જિલ્લા કલેકટર આયુષ ઓક, પોલીસવડા નિર્લિપ્ત રાય, માહિતી ખાતાના અધિકારી સુમીત ગોહિલ, જિલ્લા રમત-ગમત અધિકારી અશરફ કુરેશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અંરવિદ બારૈયા, વિક્રમસિંહ, ભાજપ અગ્રણી તુષારભાઈ જોશી, અધિકારીઓ, ભાજપ અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : નિલેષ પરમાર