લાલપુર પાટિયા પાસે ટ્રકે ટક્કર મારતાં એકનું મોત, બાઈક ચાલક ગંભીર

સરડોઈ : ભિલોડા તાલુકાના લાલપુર ગામના પાટિયા પાસે શુક્રવારની વહેલી સવારે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતાં ખોડંબા ગામના સુરેશ છગન ભાઇ તરાલ નું ગંભીર ઇજા ના કારણે સ્થળ ઉપર મોત થયું છે. જ્યારે બાઈક ચાલક જગદીશ કોદર ભાઈ બામણીયા ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ માં લઇ જવાયા છે. મોડાસા – શામળાજી હાઇવે ઉપર અજાણ્યા ટ્રક ના ચાલકે હીટ એન્ડ રન ની ધટના ને અંજામ આપતા સ્થાનિકોમાં રોષ છે.બનાવ અંગે જસુભાઇ તરાલ ની ફરિયાદ ના આધારે શામળાજી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દિનેશ નાયક, સરડોઇ