અમદાવાદ : વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-જાસપુર ખાતે શુભદાયી યજ્ઞનું આયોજન

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઉંચા (431 ફૂટ) ઉમિયા માતાજી મંદિરનું ટુંક સમયમાં શરૂ થનાર બાંધકામ વિના વિધ્ને સંપન્ન થાય તે માટે તારીખ 28/1/2021ને ગુરૂવાર ( પોષી પૂનમ)ના શુભદિને વિશ્વ ઉમિયાધામ સંકુલ-જાસપુરમાં આવેલાં મા ઉમિયાના સ્મૃતિ મંદિર ખાતે ‘શુભદાયી યજ્ઞ’નું આયોજન કરાયું હતું.
જેમાં મુખ્ય યજમાન તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની પ્લાનિંગ અને ડિઝાઈન કમિટીના ચેરમેન શ્રી સુરેશભાઈ એમ. પટેલ પરિવાર સાથે બિરાજમાન થયા હતા. આ સાથે જ શુભદાયી યજ્ઞમાં સંસ્થાના પ્રમુખ શ્રી આર.પી પટેલ પરિવાર, ઉપપ્રમુખશ્રી ડી.એન.ગોલ પરિવાર. ઉપપ્રમુખશ્રી દિપકભાઈ પટેલ પરિવાર તથા પ્રખર વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય પી.સી પટેલ પરિવાર સહભાગી થયા હતા. આ ઉપરાંત સંસ્થાના અન્ય ટ્રસ્ટીશ્રી અને કમિટીના ચેરમેનશ્રી તથા માં ઉમિયાના ભક્તજનોએ ભાગ લીધો હતો.