ડભોઇ સાઠોડ રોડ પર અકસ્માત બાઇકચાલકને બચાવવા જતા એકનું મોત

ડભોઇ સાઠોડ રોડ પર અકસ્માત બાઇકચાલકને બચાવવા જતા એકનું મોત
Spread the love

પ્રાપ્ત વિગત અનુસાર સાઠોદ ગામના ડહીબેન નાનાભાઈ ઘરમાં મોડી રાત્રે ખુરશી પરથી પડી જતા ડાબા હાથે ઇઝા આવતા તેઓને ગામના ગોવિંદભાઈ બકોરભાઈ, વિરમભાઇ ઉર્ફે શીવાભાઈ, રાયમલભાઈ રબારી નગીનભાઈ બાબરભાઈ રબારી તથા અલ્પેશભાઈ રમેશભાઈ રબારી નાઓ પોતાની સંસ્થા શિવ સંકલ્પ વેલ્ફર ફાઉન્ડેશન (સુખધામ )આશ્રમ ની ટવેરા ગાડી નંબર જી.જે.૦૬.એચ.એસ-૩૧૪૫માં પ્રમુખ સ્વામી હોસ્પિટલ લઈ જવાયા હતા.

તેઓને દવાખાને એડમિટ કરી પરત ફરતાં રાત્રે ૧૨ વાગ્યાના અરસામાં ડભોઇ- સિનોર રોડ પર આવેલ પંચમુખી હનુમાન મંદિર નજીક ટવેરા ગાડીના ચાલકે સામેથી આવતી મોટરસાયકલ નંબર અને ચલાવનારની જાણ નથી તેઓને બચાવવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટવેરા ગાડી ધડાકાભેર ઝાડ સાથે ભટકાતા ગાડીમાં બેસેલ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જ્યારે ગાડીમાં બેસેલ અલ્પેશભાઈ રમેશભાઈ વસાવાને માથાના ભાગે તથા મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું સ્થળ પર જ મરણ થવા પામ્યું હતું સાથે ઇજા પામનાર ઇસમોને ૧૦૮ મારફતે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરી ડભોઇ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

IMG-20210128-WA0007.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!