જૂનાગઢ : સુખપુરના આશિષભાઇ મધમાખી ઉછેરમાંથી વર્ષે 6.40 લાખ રૂપિયા કમાઇ છે

- ૧૦ પેટીમાંથી શરૂઆત કરી હતી આજે ૧૦૦ પેટીમાંથી મધનું ઉત્પાદન
- કુરીયર સર્વિસ દ્વારા ગુજરાત સહિત મુંબઇ અને ઇન્દોર સુધી પહોંચે છે મઘ
જૂનાગઢ : ભેંસાણ તાલુકાના સુખપુર ગામે રહેતા આશિષભાઇ પટોળીયાએ થોડા વર્ષો પહેલાં મધમાખીની ૧૦ પેટી લઇ મધમાખી ઉછેરનો વ્યવસાય કર્યો હતો. આ મધમાખી ઉછેર થકી આજે તે વર્ષે રૂા.૬.૪૦ લાખની વધુની આવક મેળવી રહ્યા છે. ભેંસાણ તાલુકાના સુખપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા આશિષભાઇ ડાયાભાઇ પટોળીયાએ જણાવ્યું હતું કે, મોબાઇલમાં મધમાખીના ઉછેર અને તેના વ્યવસાય વિશેની માહિતી મેળવી જામકંડોરણાથી મધમાખીની ૧૦ પેટી લાવ્યો અને મધના વ્યવસાયની શરૂઆત કરી. આ મધમાખીના ઉછેરમાંથી સારી એવી આવક મળતાં આજે ૧૦૦ જેટલી મધમાખીની પેટીઓ થકી મધનો વ્યવસાય વિકસ્યો છે.
આ મધ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ જાય છે. વધુમાં જણાવ્યુ હતું કે, ૧૦૦ પેટીમાંથી છેલ્લા વર્ષે ૧૨૮૦ કિલો મધનું ઉત્પાદન થયું હતું. આથી તેમાંથી વર્ષે ૬,૪૦,૦૦૦ રૂપિયાની આવક મેળવી છે. મધમાખીની ૧૦૦ પેટી હોવાથી મધનો વ્યવસાય શરૂ કર્યો અને કુરિયર મારફતે અમદાવાદ, સુરત, મુંબઇ, રાજકોટ, મોરબી , ઇન્દોર સહિતના શહેરમાં ૧ કિલોના રૂા.૫૦૦ ના ભાવે મોકલવામાં આવે છે. આજે કુરિયર સર્વિસ ફ્રી માં આપવામાં આવે છે. આ મધમાખીના ઉછેરથી આશિષભાઇ સારી એવી આવક મેળવી રહ્યા છે. અને અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યા છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ