જૂનાગઢ : ચૂંટણી સંબંધી ચોપાનીયા, ભીંતપત્રો છપાવવા અંગે જરૂરી માર્ગદર્શક હુકમ

Spread the love

જૂનાગઢ : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત પડેલ બેઠકોની પેટા ચૂંટણી ફેબ્રુઆરી-૨૦૨૧ કાર્યક્રમ તા.૨૩/૦૧/૨૦૨૧થી જાહેર થયેલ છે. તે મુજબ ફેબ્રુઆરી માસમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૫ તથા ૬ ની પેટાચૂંટણી, જૂનાગઢ જિલ્લા પંચાયત તથા જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી તેમજ કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે.

સબબ, આ ચૂંટણી શાંતિથી અને ભયમૂક્ત વાતાવરણમાં નિર્ભય રીતે યોજાય તે હેતુથી જૂનાગઢ જિલ્લા પુરતી જાહેર શાંતી અને સલામતી જાળવવા પગલા લેવા જરૂરી છે તેમજ જિલ્લામાં કોઈપણ પ્રકારની સુલેહ શાંતીનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર શ્રી એ પ્રતિબંધ ફરમાવેલ છે. ચૂંટણી પ્રચારના સાહિત્‍યના કારણે કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને, અને આચારસંહિતાનું પાલન થાય, આ સબબ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એ ચુંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્રણ અને પ્રકાશન માટે નીચેની વિગતે પ્રતિબંધ મુકવા હુકમ કરેલ છે.

કોઇપણ વ્‍યકિત જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના સ્‍પષ્‍ટ દેખાય આવે તે રીતે નામ-સરનામા ન હોય તેવા ચુંટણીને લગતા ચોપનીયા કે ભીંતપત્રો છપાવી કે પ્રસિધ્‍ધ કરાવી શકાશે નહીં. કોઇપણ વ્‍યકિત ચુંટણીને લગતા ચોપાનીયા કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્‍યવસ્‍થા કરી શકશે નહીં સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય તેવી વ્‍યકિતઓએ શાખ કરેલ પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ તેણે મુદ્રકને આપી હોય, તેમજ લખાણ છપાયા પછી મુદ્રકે બે દિવસની અંદર લખાણની એક નકલ અને એકરારની એક નકલ રાજયના પાટનગરમાં છાપવામાં આવ્‍યું હોય ત્‍યારે મુખ્‍ય ચૂંટણી અધિકારી અને બીજે પ્રસંગે જે જિલ્‍લામાં છાપવામાં આવ્‍યું હોય તે જિલ્‍લાના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટને આ કલમ પુરતું હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને “મુદ્રક” એ શબ્‍દનો તે પ્રમાણે અર્થ થશે.

“ચુંટણીને લગતું ચોપાનીયું અથવા ભીંતપત્ર” એટલે ઉમેદવાર કે ઉમેદવારોના જુથની ચૂંટણીની તકો વધારવા કે તેને પ્રતિકૂળ અસર પહોંચાડવા માટે વહેંચવામાં આવેલ કોઇ છાપેલુ ચોપાનીયું કે હેન્‍ડ બિલ અથવા બીજુ-ત્રીજુ લખાણ અથવા ચુંટણીને લગતું ભીંતપત્ર એવો અર્થ થાય છે. પરંતુ માત્ર ચૂંટણી સભાની તારીખ, સમય, સ્‍થળ અને બીજી વિગતો આપતા અથવા ચૂંટણી એજન્‍ટ કે કાર્યકરોને કામકાજ અંગેની સુચનાઓ આપતા હેન્‍ડ બિલ કે ભીંતપત્રોનો તેમાં સમાવેશ થતો નથી. આ હુકમ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬ તથા ૧૫નાં મતદાર વિસ્તારમાં તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી તેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત, ચૂંટણી હેઠળની તમામ તાલુકા પંચાયતો તથા કેશોદ નગરપાલિકાના મતદાર વિસ્તારમાં તા.૫ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. તેમ જૂનાગઢ જીલ્‍લાના મેજીસ્‍ટ્રેટશ્રી ડો.સૌરભ પારધીની યાદીમાં જણાવાયું છે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!