જૂનાગઢ પોલીસના નવતર પ્રયોગથી કુલ હથિયારના 65℅ હથિયારો જમા થયા

જૂનાગઢ પોલીસના નવતર પ્રયોગથી કુલ હથિયારના 65℅ હથિયારો જમા થયા
Spread the love

જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 06 તથા 15 ની પેટાચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચનાઓ કરવામાં આવેલ છે. તાજેતરમાં યોજાનાર તાલુકા/જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 06 તથા 15 ની પેટાચૂંટણી સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા પરવાના વાળા હથિયાર ધરાવતા ધારકોને પોતાના પરવાના વાળા હથિયાર જમા કરાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

જે જાહેરનામા અનુસંધાને જૂનાગઢ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તાત્કાલિક પોતાના પરવાના વાળા હથિયારો લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના થાય છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લાના તમામ થાણા અમાલદારોની કલેક્ટરશ્રીના જાહેરનામા અન્વયે તાત્કાલિક હથિયાર પરવાનેદારો પાસેથી પરવાના વાળા હથિયાર જમા લેવા માટે સૂચના કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ, બી, સી, ભવનાથ, જૂનાગઢ તાલુકા, વિસાવદર, ભેસાણ, બીલખા, મેંદરડા ખાતે તમામ થાણા અમલદારો દ્વારા હથિયાર પરવાને દારોના સંપર્ક કરી, વહેલી તકે પોતાના પરવાના વાળા હથિયારો જમા કરાવવા તમામ ગામોમાં જાણ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમાલદારોએ આ વખતે પરવાના વાળા હથિયારો તાત્કાલિક જમા થાય એ માટે નવતર પ્રયોગ કરી, દરેક પરવાનેદારોના લિસ્ટ બનાવી, મોબાઈલ ફોન દ્વારા હથિયારો જમા કરાવવા જાણ તેમજ તાકીદ કરવામાં આવેલ છે. ઘણા ખરા થાણા અમલદારોએ ગામના લાગતા વળગતા સરપંચને જાણ કરી, તેમના ગામમાં પરવાના વાળા હથિયાર ધરાવતા પરવાનેદારોને પોતાના હથિયારો જમા કરાવવા જાણ પણ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના થાણા અમલદારો દ્વારા જિલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધે પરવાનેદારોના હથિયાર જમા કરાવવા માટે આ વખતે વાપરેલ નવા નુસ્ખાને કારણે તમામ પોલીસ સ્ટેશનોમાં હથિયારો જમા કરાવવા માટે પરવાનેદારોનો ઘસારો જોવા મળ્યો હતો અને મોટા ભાગના હથિયાર પરવાનેદારોએ જાતે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઇ, પોતાના હથિયારો જમા કરાવવા કાર્યવાહી કરેલ હતી.

જૂનાગઢ ડિવિઝનના જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 32, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 93, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 73, ભવનાથપોલીસ સ્ટેશન ખાતે કુલ 18, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ 21, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કુલ 93, ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કુલ 47, બીલખા પોલીસ સ્ટેશન ખાતે કુલ 99, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે કુલ 43, હથિયારો છેલ્લા બે દિવસની ઝૂંબેશ દરમિયાન જમા કરાવવામા આવેલ છે. આમ જૂનાગઢ ડિવિઝનના કુલ 818 હથિયારો પૈકી 519 હથિયારો જમા કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસના નવતર પ્રયોગથી કુલ હથિયારના 65℅ હથિયારો જમા થઈ ગયેલા છે, જે પૈકી ભવનાથ, બીલખા અને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે 100% હથિયારો પરવાનેદારોએ જમા કરાવી દીધા છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના હથિયાર પરવાનેદારોને પોતાના હથિયારો તાત્કાલિક જાતે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈ, જમા કરાવવા તથા ચૂંટણી પ્રક્રિયામાં પોલીસને સહકાર આપવા જાણ કરવામાં આવેલ છે. જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી સંબંધે પરવાનેદારો દ્વારા હથિયાર જમા કરવામાં નહીં આવે તો, પરવાનેદારો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે, જેથી પરવાનેદારોએ પોત પોતાના હથિયારો સત્વરે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ

IMG-20210205-WA0015.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!