BJPમાં બળવાના એંધાણ : પુત્રને ટિકિટ નહીં મળતા ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ નારાજ

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ટિકિટ નહીં મળતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે અને પુત્રને અપક્ષ ચૂંટણી લડાવવાના સંકેટ આપ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઘણી પાર્ટીઓ છે. એક જ પાર્ટી પર છાપ મારી નથી. હું ભાજપનો ધારાસભ્ય છું, અમે ભાજપને વફાદાર છીએ. ચૂંટાયા પછી પણ અમે ભાજપ સાથે જ રહેવાના છીએ. 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે.
મારો દિકરો 10 વર્ષથી કોર્પોરેટર છે છતાં ટિકિટ ન મળી તેનું દુ:ખ છે
વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પાર્ટીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ બદલાયા છે, એમને નિયમો બદલ્યા છે. શૈલેષ સોટ્ટાના દીકરાને પણ ટિકિટ આપી નથી. મારા દિકરાને પણ ટિકિટ આપી નથી. મને કોઇ દુઃખ નથી, મને દુઃખ એ વાતનું છે કે, મારો દિકરો 10 વર્ષ સુધી કોર્પોરેટર તરીકે રહ્યો, મારો દિકરો પહેલી વખત અપક્ષ ચૂંટણી જીત્યો, મારો દિકરો બીજી વખત વડોદરામાં સૌથી મતથી ચૂંટાઇ આવ્યો હતો. તો પણ ટિકિટ આપી નથી, હજી એક દિવસ બાકી છે. અમને આશા છે કે, 6 તારીખ સુધીમાં કોઇક નવા જૂની થશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)